ભરૂચ: ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં આવેલમાલીપીપર ગામની પ્રાથમિક મિશ્રશાળા ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ હેઠળ આવતી હોય ત્યારે આ પ્રાથમિક મિશ્રશાળા શાળાના નવીનતમ બિલ્ડિંગના બાંધકામમાં ગેરરીતિ અને ભષ્ટ્રાચાર થઈ રહ્યો હોવાની બૂમ જોવા મળી રહી છે. માલીપીપર મિશ્રશાળાના બિલ્ડિંગનું બાંધકામ કરી રહેલ કોન્ટ્રાક્ટર દ્વારા એકદમ નીચલી હલકી કક્ષાનું મટેરીયલ વાપરી શાળાનું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહેલ તેવું જણાતાં પ્રા મિશ્રશાળા માલીપીપરના આચાર્ય દ્વારા અને સ્થાનિક ગ્રામજનો દ્વારા શાળા પરિસરમાં નવીનતમ બિલ્ડિંગનું બાંધકામ કરતાં કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર પોતાની મનમાની મુજબ બાંધકામ ચાલુ રાખતા પ્રાથમિક મિશ્રશાળા માલીપીપરના આચાર્ય દ્વારા તાલુકા શિક્ષણાધિકારીને લેખીત રજુઆત કરી શાળા પરિસરમાં ચાલતી બિલ્ડિંગની કામગીરી અંગે લેખિત બાંહેધરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

કહેવામાં આવે છે કે શિક્ષા એ માનવીનું ઘડતર છે અને શાળા શિક્ષાનું મંદિર છે તો શિક્ષાના મંદિરના પાયા જ કાચા હશે તો આદિવાસી વિસ્તારના ગરીબ અને પછાત વિધાર્થીઓનું ઘડતર કેવી રીતે થઈ શકશે? સરકાર મોટી મોટી વાતો કરે છે કે પઢેગા ઈન્ડિયા તભી તો બઢેગા ઈન્ડિયા જેવા નારા ઓ ખાલી કહેવા પુરતો જ છે. જીલ્લા અને સ્થાનિક શૈક્ષણિક વહીવટી તંત્ર દ્વારા આવનારી યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યું હોય તેમ જણાય રહ્યું છે આ એક ગંભીર પ્રશ્ન છે.

આચાર્ય દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે નવીનતમ ૩(ત્રણ) રૂમની બિલ્ડિંગના બાંધકામમાં કન્યા કુમાર માટે ટોયલેટની સુવિધા નથી, પાણીની સુવિધા પણ આપવામાં નથી, ગ્રીલ લગાવવામાં આવશે કે નહીં? નવીનતમ બિલ્ડિંગમાં ઈલેક્ટ્રીક વાયરીંગ કરવામાં આવશે કે નહીં? નવીનતમ બિલ્ડિંગનું થઈ રહેલ બાંધકામમાં સિમેન્ટ પણ સારી ગુણવત્તાની જગ્યાએ હલકી ગુણવત્તા વાળી વાપરવામાં આવી રહી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ બાંધકામ મટેરિયલ માં કપચી જગ્યાએ ગ્રીટ વાપરવામાં આવી રહ્યું છે જ્યારે દિવાલોની મજબૂતી માટે ઈંટના જગ્યાએ બ્લોક વાપરવામાં આવી રહ્યા છે. વધુમાં જણાવ્યું છે કે નવીનતમ શાળાની બિલ્ડિંગનું બાંધકામ કરી રહેલ કોન્ટ્રાકટર દ્વારા શાળાનું સરકારી પાણીની ટાંકી બોર સબમર્સિબલ મોટર સહિતના સાધનસામગ્રી વાપરવામાં આવે છે અને મોટરનું વાયરીંગ બારી મુક્યું છે તેવા આક્ષેપ કરવામાં આવ્યો છે. નવીનતમ શાળા બિલ્ડિંગનું કામ ક્યારથી શરૂ થયું અને ક્યારે પુરું કરીને આપવાનું રહેશે તેની લેખિત બાંહેધરી તાલુકા શિક્ષણાધિકારી પાસે માંગવામાં આવી છે.

જાણવા મળી રહ્યું છે કે જે અંગે સ્થાનિક જાગૃત યુવાઓ દ્વારા માલીપીપર ગામે નવીનતમ બિલ્ડિંગનું બાંધકામ કરતી એજન્સી પર જનતા રેડ કરી તવાઈ બોલાવી હલકી ગુણવત્તા વાળું બાંધકામ બંધ કરાવી કાર્યવાહી કરવા માટેના એંધાણ વર્તાઈ રહ્યાં છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here