કવાંટ: ઉનાળાની શરૂઆત થતા પથરાળ અને ડુંગરાળવાળો વિસ્તારના ગામડાના લોકોને પીવાનું પાણી મેળવવું ખૂબ મુશ્કેલ બને છે. ઉનાળાના સમયે બોર, કૂવા અને તળાવો સુકાઈ જાય છે. દૂર દૂર સુધી પાણી મેળવવા ભટકવું પડે છે. ત્યારે કવાંટ તાલુકામાં 131 ગામોમાનું એક ગામ છે સમલ વાંટ. જ્યાં સૌથી મોટી સમસ્યા પીવાના પાણીની છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આ સમસ્યાને નિવારણ માટે ત્રણ વર્ષ પહેલા નળ સે જળ યોજનાનો લાભ આ ગામને મળ્યો હતો. ગામના લોકોમાં અનેરી ખુશી પ્રસરી પણ તેમની ખુશી એક દિવસથી વધુ ના ટકી. ઘરે ઘરે આવેલા નળમાં ટેસ્ટિંગ વખતે એક દિવસ પાણી આવ્યું .ત્યાર બાદ આજ સુધી લોકો પાણી ની રાહ જ જોઈ રહ્યા છે. કેટલાક લોકો ટેન્કરથી પાણી મેળવી રહ્યા છે.
કંટાળેલા ગામના લોકોએ કવાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પીન્ટુ રાઠવાને તેમના ગામના લોકોને પીવાના પાણીની પડી રહેલ સમસ્યાની જાણ કરી હતી. પીન્ટુ રાઠવા આખા ગામમાં ફર્યાં જ્યાં એક પણ નળમાં પાણી આવતું ના હતું. એ વાત ગામના લોકોએ પણ કરી. પીવામાં પાણીના સ્ટોરેજ માટે જે ટાંકી બનાવી છે. તે પણ આજે શોભાના ગાઠીયા સમાન છે. તેમાં પણ એક ટીપું પાણી નથી આવ્યું. એટલે સુધી કે આટલા વર્ષો બાદ પણ તેની લાઇન જોડાઈ નથી. પીન્ટુ રાઠવાએ ગામના સ્ટેન્ડ પોઝ જોયા જ્યાં કેટલીક જગ્યાએ નળ પણ લગાડવામાં આવ્યા ન હતા. સ્ટેન્ડ પોઝ પણ તૂટેલી હાલતમાં જોવાયા. સાવ તકલાદી કામ થયેલ કામ હોય યોજના ફેલ ગઈ હોવાનું જણાવ્યું હતું. સાથો સાથ પીન્ટુ રાઠવાએ અધિકારીઓએ પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાની વાત પણ કહી. ગામમાં પાણી ન આવવાનું કારણ એ.સી.ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓને જવાબદાર ગણાવ્યા.

