સોનગઢ: છેલ્લાં દિવસોમાં ચર્ચામાં આવેલા વિવાદ એટલે કે સોનગઢના એક ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી ગામના શિક્ષિત બેરોજગાર યુવાનો વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળી રહે તે ઉદ્દેશથી રાત્રિ દરમિયાન મફત શિક્ષણ આપવા માટે જાય છે. જ્યાં શાળાના મુખ્ય શિક્ષક શાળામાં ભણતી આઠમાં ધોરણની વિદ્યાર્થીનીને પ્રેમ જાળમાં ફસાવી હોવાનું બહાર આવ્યું હતું.

Decision news ને મળેલી જાણકારી મુજબ આ ઘટનામાં સ્થાનિક યુવાનોએ લંપટ શિક્ષક્ને જે તે સમયે ચેતવણી આપી વિદ્યાર્થીની સાથે પોતાની કરતૂતો બંધ કરવા કહ્યું હતું તેમ છતાં શિક્ષકે વિધાર્થીની સાથે પ્રેમલીલા ચાલુ રાખતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પ્રાથમિક શાળા પ્રેમની પાઠશાળા બની હોવાની ખબર ગામના યુવાનોએ શાળાની SMC સમિતિને ધ્યાન ધોરતા SMC સમિતિ દ્વારા તાપી જિલ્લા શિક્ષણાધિકારીને TPO મારફતે લેખિતમાં રજૂઆત કરી હતી,

જોકે જિલ્લા શિક્ષણાધિકારી સમગ્ર ઘટના બાબતે અજાણ હોવાનો ઢોળ કરી લંપટ શિક્ષકને બચાવવા લાગ્યા હોય તેમ ફરિયાદ થયાના 10 દિવસ વીતવા છતાં પણ શિક્ષક સામે કોઈ જ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં ન આવતા ગામના જાગૃત યુવાનો નારાજ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here