સુરત: સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ગોપલા ગ્રામ પંચાયત તથા દેડવાસણ ગ્રામ પંચાયત કચેરીના તલાટી કેયુરભાઈ રમેશભાઈ ગરાસીયા (ઉંમર 30) રૂપિયા 8 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયો હતો.એક વ્યક્તિએ પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલા મકાનોનું બાંધકામ કર્યું હતું.
Decision news ને મળેલી માહિતી મુજબ તે કામના નાણા મેળવવા નિયમોનુસાર જરૂરી દસ્તાવેજો સાથે લાભાર્થીના ફોર્મ ભરી નાણા મંજૂર કરવા બિલ મૂકવામાં આવ્યા હતા. જે ફોર્મમાં આરોપીએ સહી કરવાના અવેજ પેટે 10 હજારની લાંચ માંગી હતી.
જો કે આ મામલે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ થતાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને આરોપી તલાટીએ ગોપલા ગ્રામ પંચાયતની કચેરી ખાતે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે 8 હજાર રૂપિયા સ્વીકાર્યા હતા. ત્યારે જ એસીબીની ટીમ ત્યાં પહોંચી હતી અને ગોપલા ગ્રામ પંચાયતની કચેરીનાં પગથીયા પરથી લાંચ લેતા તલાટીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

