કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના સિલ્ધા ગામે પટેલ ફળીયા ખાતે આવેલ શ્રી ધ.તા.ની.તા.અને ખા.ગ્રા.સંઘ સુખાલા સંચાલિત આશ્રમશાળા ખાતે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આશ્રમશાળાનાં બાળાઓ દ્વારા પ્રાથના ગીત કરી સ્વાગત ગીત સાથે મહેમાનોનુ સ્વાગત કરવામાં આવ્યું હતુ
Decision news ને મળેલી માહિતી મુજબ આશ્રમશાળામાં અભ્યાસ કરેલ એવા ભૂત પુર્વ વિદ્યાર્થી જેઓ સારી પોસ્ટ પર કામ કરતા હોય જેમને કપરાડા તાલુકાનુ અને આશ્રમશાળાનુ નામ રોશન કર્યુ હોય એવાં ભૂત પુર્વ વિદ્યાર્થીઓનુ સ્વાગત કરવામા આવ્યું હતુ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્રારા અલગ અલગ નાટક અને સાંસ્કૃતિક પ્રોગ્રામો કરવામાં આવ્યા હતા
આ પ્રોગ્રામમાં ગામના સરપંચ વિનાબેન જોગરા એકસ અધિક કલેકટર જી.ડી.પટેલ.એક્સ. શિક્ષણ અધિકારી મણિલાલ ભુસારા આશ્રમશાળા ના ટ્રસ્ટી વસનભાઇ પટેલ તાલુકા વિરોધ પક્ષ નેતા ઇશ્વરભાઇ તુમડા કપરાડા તાલુકા ઉપપ્રમુખ ફુલજીભાઈ ગુરુવ ગામના આગેવાનો અમુલ તુમડા નરેન્દ્ર જોગરા આજુબાજુ વિસ્તારના સરપંચો આશ્રમશાળાના શિક્ષકો વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

