નવસારી: 27/02/2025 બીલીમોરા-ચીખલી-વાંસદા-વધઈ કિ.મી. 9/0થી 59/06 પર હાલમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ઔદ્યોગિક અને ખાણ ખનીજ વિસ્તારોને જોડતા રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઈડનીંગ અને મજબૂતીકરણની કામગીરી માટે 04/05/2025 સુધી ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કરીને આ પ્રતિબંધ ફરમાવ્યો છે તેમજ પ્રતિબંધના સમયગાળા દરમિયાન નીચે જણાવેલ વૈકલ્પિક માર્ગ ઉપર વાહનોની અવર-જવર ડાયવર્ટ કરવા હુકમ કર્યો છે.

  • Decision News મળેલી માહિતી મુજબ પ્રતિબંધિત માર્ગની વિગતો નીચે મુજબ છે
  1. નાશિકથી વાંસદાથી રાનકૂવાથી ચીખલી તરફનો રૂટ ભારે વાહનો માટે પ્રતિબંધિત
  2. બીલીમોરા-ચીખલી-વાંસદા-વઘઈ રોડ ચે. કિ.મી. 14/60(કૌટિલ્ય ફ્યુઅલ સ્ટેશન)થી ચે. કિ.મી. 17/0 (બંસીધર મેટલ્સ). ડાબી તેમજ જમણી બાજુ ક્વોરીના ભારે વાહનો ચીખલી તરફ પ્રતિબંધિત
  • વૈકલ્પિક માર્ગની વિગતો નીચે મુજબ છે
  1. રાનકૂવાથી ખુડવેલથી ગોલવાડ થઈ ચીખલી અથવા રાનકૂવાથી ટાંકલથી દેગામથી આલીપોર થઈ ચીખલી અથવા રાનકૂવાથી ટાંકલથી ખારેલ થઈ ચીખલી જઈ શકાશે
  2. અઢારપીરથી લક્ષ્મી ક્વોરીથી રેઠવાણિયા ઈગલ ક્વોરીથી ઉમિયા ક્વોરીથી દેગામ વાવ ફળિયા રોડ કિ.મી. 0/0થી 3/2 થઈ – ચીખલી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના સર્વિસ રોડ ચે. કિ.મી. 4335 થી 9100 નો ઉપયોગ કરીને ચીખલી કોલેજ ટુ આલીપોર ને.હા. 48 જંક્શન રોડ ચે. કિ.મી. 0/1 થી 0/0નો ઉપયોગ કરી કોલેજ સર્કલ થઈ ચીખલી જઈ શકાશે
  3. ચીખલી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના સર્વિસ રોડ ચે. કિ.મી. 9100 થી 4335 નો ઉપયોગ કરીને – ચીખલી કોલેજ ટુ આલીપોર ને.હા. 48 જંક્શન રોડ ચે. કિ.મી. 0/1 થઈ –ચીખલી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના સર્વિસ રોડ ચે. કિ.મી. 4335 થી 9100 નો ઉપયોગ કરીને – અઢારપીરથી લક્ષ્મી ક્વોરીથી રેઠવાણિયા ઈગલ ક્વોરીથી ઉમિયા ક્વોરીથી દેગામ વાવ ફળિયા રોડ કિ.મી. થી 3/2 થી 0/0 નો ઉપયોગ કરી કોલેજ સર્કલ થઈ ચીખલી જઈ શકાશે.

આ હુકમનો અનાદર કરનાર કે ભંગ કરનાર વ્યક્તિને ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 માં ઠરાવ્યા મુજબની શિક્ષાને પાત્ર થશે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here