આહવા: ડાંગજનોના ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા ‘ડાંગ દરબાર’ના લોકમેળાના આગમનની ધામધૂમ થઈ તૈયારી થઈ રહી છે ત્યારે અમુક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે શું આ વખતે રાજાઓને રાજ્યપાલના હસ્તે સાલિયાણું મળશે કે કલેક્ટરના હાથે મેળવી સંતુષ્ટ થઈ જશે ડાંગના રાજાઓ…
ઐતિહાસિક ડાંગ દરબારની જે પરંપરા હતી કે વર્ષોથી ડાંગના રાજાઓને રાજ્યપાલના હાથોથી સાલિયાણું આપવામાં આવતું હતું પણ ગત વર્ષે રાજ્યપાલ ડાંગ દરબારમાં ન આવી એ વર્ષો જૂની પરંપરા તોડી નાખી હતી અને ઘણા વિરોધ બાદ ડાંગના રાજાઓએ કલેકટરના હાથે સાલિયાનું લઈને ડાંગીજનોના દિલ દુખાવ્યા હતા ત્યારે આ વખતે પણ રાજ્યપાલ આવવાનું વહીવટીતંત્ર કહી રહ્યું છે પણ લોકો વિશ્વાસ કરવા તૈયાર નથી એવો માહોલ દેખાય રહ્યો છે આ વખતે ડાંગ દરબાર આગામી 8થી 12 માર્ચ દરમિયાન આહવામાં યોજાનારા છે.
લોકોના સવાલો ઘણા છે ડાંગીજનો Decision News ને જણાવે છે કે ડાંગ દરબારમાં આ વખતે અહીંના જે લોક સમસ્યાના સળગતા સવાલો જેમ કે રોજગારી માટે વિસ્થાપન, જળ જંગલ જમીનના પ્રશ્નો, આરોગ્યના પ્રશ્નો, કાયદા અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ, શિક્ષણના પ્રશ્નો વગેરે વિશે પણ ચર્ચા કરવાની માંગ અમે કરવાના છીએ.

