નવસારી: નવનિર્મિત ઢોડિયા સમાજ ભવન, નવસારીના લાભાર્થે નવસારી ઢોડિયા ક્રિકેટ એસોસિએસન નવસારી દ્વારા આયોજિત ત્રિદિવસીય નવસારી ઢોડિયા પ્રીમિયર લીગ – 2025 (NDPL -2025) નુ સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો ડો.નિરવ ભુલાભાઇ પટેલ, નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ સમિતિના ઉપપ્રમુખ મનહરભાઈ પટેલ, અજીતભાઈ પટેલ, પ્રમુખ અરુણભાઈ પટેલ,જયેશભાઇ પટેલ,ઉપપ્રમુખ રમણભાઈ પટેલ, મોહનભાઇ પટેલ, સુધીરભાઈ પટેલ, ધર્મેશભાઈ, નીખિલભાઈ, કેતનભાઈ, જયભાઈ, મનોજભાઈ, તેજસભાઈ, રાહુલભાઈની હાજરીમાં ભવ્ય સમાપન થયું.
Decision News ને મળેલી માહિતી મુજબ નવસારી ઢોડિયા પ્રીમિયર લીગ 2025મા નવસારી જીલ્લાની 8 ટીમોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.લીગ રાઉન્ડ અને કવોલીફાયર રાઉન્ડના અંતે ટીમ જલ સુપર કિંગ,નવસારી અને કૈલાશ ઇલેવન, સાદકપોર વચ્ચે નવસારી ઢોડિયા પ્રીમિયર લીગની ફાઇનલ રમાઈ હતી. જેમા ટીમ જલ સુપર કિંગ નો ભવ્ય વિજય થયો હતો. ફાઇનલ મેન ઓફ ધી મેચ તરીકે જલ સુપર કિંગના જીગી બીલીમોરા પસંદગી પામ્યા હતાં. ટુર્નામેન્ટના બેસ્ટ ફિલ્ડર તરીકે કાર્તિક પટેલ અને ટુર્નામેન્ટના બેસ્ટ બેટ્સમેન તરીકે જીગી બીલીમોરા, ટુર્નામેન્ટના બેસ્ટ બોલર તરીકે હેમીલ પટેલ, પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ તરીકે મહેશ પટેલ પસંદગી પામ્યા હતાં. આયોજકો દ્વારા વિજેતા ટીમ જલ સુપર કિંગને આકર્ષક ટ્રોફી અને 44444/- રોકડ ઇનામ તથા રનર્સ અપ ટીમ કૈલાશ ઇલેવન, સાદકપોરને આકર્ષક ટ્રોફી અને 22222/- રોકડ ઇનામ આપી સન્માનિત કરીયા હતા.
પ્રીમિયર લીગ 2025ને સફળ બનાવામાં ટ્રોફી સ્પોન્સર નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસીએસનના મનહરભાઈ ઢોડિયા તેમજ ટીશર્ટ સ્પોન્સર અરિહંત માર્બલ & ટાઇલ્સ,NR ઓટોના નિખિલ પટેલ, નરેશભાઈ પટેલ રસોઈયા, બોલ સ્પોન્સર તરીકે સંજય પટેલ,બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ બોલરને બેટ તથા સૂઝ રવિ મિસ્ત્રી, KC સ્પોર્ટ્સ નવસારી તથા ટીમોના પ્લેયર મિત્રો માટે લંચ અને પાણીની સુવિધાઓ સુનિલ પટેલ તીગરા અને શૈલેષભાઇ પટેલ તરફથી મળી હતી. નવસારી ઢોડિયા પ્રીમિયર લીગ 2025 મા યાના સ્પોર્ટ્સ લાઈવના સુનિલ પાટી,ઓનલાઇન સ્કોરર નિકુંજ પટેલ,કોમેન્ટ્રી હિતેશ પટેલ અને અમ્પાયર મિત્રો તેમજ તમામ કમિટી સભ્યોનો પણ અમૂલ્ય સહયોગ રહ્યો હતો.

