ધરમપુર: ઇચ્છા મૃત્યુની માંગ સાથે ધરમપુરમાંથી 74 જેટલા આદિવાસી યુવક યુવતીઓએ રાજકીય નેતાઓ સમાજિક આગેવાનો અને અધિકારીઓને ઉદ્દેશી રાષ્ટ્રપતિને એક અરજી કરી હતી જેને લઈને ધરમપુર પોલીસ સ્ટેશનમાં તેમના નિવેદન માટે બોલાવવામા આવ્યા હતા જેને કારણે હાલમાં માહોલ ગરમાયો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ 2004 મા શિક્ષકની ભરતીની આ વાત છે જેને 21 વર્ષના વહાણા વહી ગયા છે પણ તેમને હજી નોકરી કે કોઈપણ જાતનું વળતર આપવામાં આવ્યું નથી અને ઉલટના અમુક યુવાનોના ડોક્યુમેન્ટ પણ પરત ન આપવાના કારણે તેમને બીજી જગ્યાએ નોકરી પણ કરી શક્યા નથી આવી સ્થિતિમા જીવન અસહ્ય બની જતાં આ આદિવાસી યુવાનોએ રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. આ યુવાનો માનસિક રીતે હવે હેરાન થઇ ચૂકયા હતા અને હવે ઉંમર પણ થઇ ચુકી છે. તો તેમની પાસે બીજો કોઈ ઉપાય નથી રહ્યો ત્યારે ગત રોજ તેમને ધરમપુર પોલીસ સ્ટેશનમાં નિવેદન લેવા બોલાવવામાં આવ્યા હતા ત્યારે તેમને 10 % આશા જાગી છે કે તેમને ન્યાય મળશે.

આ ઘટનાને લઈને Decision News સાથે વાત કરતાં રાજેશ રાઉત, કિશોર, સુભાષ જાદવ, કમલેશ કુરકુટિયા, મુકેશ પટેલ, જ્યોતિ પટેલ નામના ઉમેદવાર જણાવ્યું હતું કે અમને જ્યારે પોલીસ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે અમારું સ્પષ્ટ નિવેદન હતું કે અમારા પાસે હવે કોઈ ઉપાય રહ્યો નથી અમને સરકાર નોકરી આપે ક્યાં અમારા જેટલા વર્ષ વીત્યા છેઃ એનું વળતર મળે નહિ તો અમને રાષ્ટ્રપતિ ઈચ્છા મૃત્યુ આપી દે હવે અમે જીવીને શુ કરીએ.. હવે અમે 15 દિવસ રાહ જોવાના છે પછી અમે 49 લોકો શુ કરીશું એ અમને જ નથી ખબર.. અમે જે પગલું ભરીશું તેના જવાદાર વહીવટીતંત્ર અને ધરમપુર પોલીસ વિભાગ રહેશે…