નવસારી: આંતલિયા GIDCમાં આવેલી સી-ટેલ ઇન્ફ્રા પ્રા.લિ. કંપનીમાં એક દુઃખદ ઘટના બની છે. કંપનીમાં કામ કરતા 21 વર્ષીય યુવક જીજ્ઞેશ કલ્યાણભાઈ હળપતિનું કરંટ લાગવાથી મોત નિપજ્યું છે. ગણદેવીના માંલા ફળિયામાં રહેતા જીજ્ઞેશ કંપનીમાં પાઇપ બનાવવાના કામમાં જોડાયેલો હતો.

Decision News એ મેળવેલ માહિતી મુજબ મશીનમાં પ્લાસ્ટિકના દાણા નાખી રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેને કરંટ લાગ્યો અને તે મશીન સાથે ચોંટી ગયો હતો.કંપનીના સાથી કર્મચારીઓએ તેને તાત્કાલિક મશીનમાંથી છોડાવ્યો અને બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

https://www.instagram.com/p/DGkv4S2O5AD/

આ સમગ્ર ઘટના GIDCના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જીજ્ઞેશ મશીન સાથે ચોંટી જતો સ્પષ્ટ દેખાય છે. મૃતક જીજ્ઞેશના પરિવારમાં માતા-પિતા અને બહેન છે. યુવા પુત્રના અકાળે અવસાનથી પરિવાર આઘાતમાં સરી પડયો છે. બીલીમોરા પોલીસે આ ઘટનાને અકસ્માત મોત તરીકે નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.