ભરૂચ: ભરૂચના ઝઘડિયા તાલુકાના ખરચી ગામે અગાઉના ઝઘડાની રીસ રાખી ત્રણ લોકો પર ચપ્પુ વડે હુમલો કરાતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ મામલે ઝઘડિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Decision News ને પોલીસ સૂત્રો પરથી મળતી માહિતી અનુસાર ભરૂચના ઝઘડિયા તાલુકાના ખરચી ગામે મારામારીની ઘટના બની હતી જેમાં ત્રણ લોકો પર ચપ્પુ વડે હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે. ખરચી ગામે નવીનગરીમાં રહેતા જીગ્નેશ પટેલ તેમના મિત્ર પ્રીતમ પટેલ અને વૈદેહીબહેન પર ગામના જ જગદીશ, મહેશ અને સુરેશ નામના ઈસમોએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો.

જેમા તેઓને ઇજા પહોંચતા 108 એમબ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક યુવકને ખભાની ભાગે ગંભીર ઈજા પહોંચતા 10 થી વધુ ટાંકા ખભા ના ભાગે લેવામાં આવ્યા છે. આ અંગે જાણવા મળી રહ્યું છે કે યુવતી બાબતે અગાઉ થયેલ ઝઘડાની રીસ રાખી આ હમલો કરવામાં આવ્યો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.બનાવ સંદર્ભે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.