ધરમપુર: ધરમપુર તાલુકાના બીલપુડી ગામમાં એક બાઇક સવાર એસ ટી બસને આગળથી અથડાતા માથામાં ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન તેની વલસાડ સિવિલમાં મૃત્યુ થયાની ઘટના બનવા પામી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ માંકડબન ગામના યુવાન દ્વારા ધરમપુરના બીલપુડી ગામમાં એસ ટી બસ સાથે પોતાની બાઈક અથડાવતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો જેને લઈ સારવાર માટે સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પણ બાદમાં તેને વલસાડ સિવિલમાં રીફર કરવામાં આવ્યો હતો પણ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતની ઘટનાને લઈને પરિવારમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયુ છે. ઘટના સ્થળ પર અકસ્માતના દ્રશ્યો જોવા લોકો એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતમાં ભૂલને લઈને સામ સામે આક્ષેપો થઈ રહ્યા છે. ધરમપુર બસ ડેપોની એસ ટી બસ હતી.

