ગુજરાત: મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં રૂપિયા 5005 કરોડની બજેટ જોગવાઈ સામે રૂા.3108 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં કુલ રૂપિયા 5751 કરોડના મંજૂર પ્રોજેકટ મૂલ્ય સામે રૂ. 5102 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જેને કારણે રાજ્યમાં હજી કાચા રસ્તાઓની લંબાઈ 6068 કિ.મી છે જે કુલ રસ્તાના 11.62 % છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર રાજ્યમાં વર્ષ 2022-23ના અંતે નોન-પ્લાન રસ્તાની કુલ લંબાઈ 49,580કિ.મી. હતી. વધુમાં, વર્ષ 2023-24 દૃરમિયાન મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના,કિસાનપથ યોજના વગેરે અંતર્ગત નવા 2644 કિ.મી.ના રસ્તાઓ પૂર્ણ કરવામાં આવતાં વર્ષ 2023-24 ના અંતે નોન-પ્લાન રસ્તાઓની કુલ લંબાઈ વધીને પર, 224 કિ.મી. થઈ હતી. વર્ષ 2023-24 ના અંતે નોન-પ્લાન રસ્તાઓની કુલ લંબાઈ 52224 કિ.મી. પૈકી પાકા રસ્તાઓની લંબાઈ 46156 કિ.મી. (88.38 ટકા) હતી, જયારે કાચા રસ્તાઓની લંબાઈ 6068 કિ.મી. (11.62 ટકા) હતી.
વર્ષ 2000 થી 2014-15સુધી કેન્દ્રનો હિસ્સો100ટકા હતો, જ્યારે વર્ષ2015-16થી કેન્દ્રનો હિસ્સો 60 ટકા અને રાજ્યનો 40 ટકા કરવામાં આવ્યો છે.આ યોજના હેઠળ વર્ષ2024-25 સુધી (17મી જાન્યુઆરી,2025અંતિત), મંજૂરી મળેલ 15554 કિ.મી.ના રસ્તા સામે15330 કિ.મી.ના રસ્તાઓ પૂર્ણ કરવામાં આવ્યા છે અને કુલ રૂા. 575100 કરોડના મંજૂર પ્રોજેકટ મૂલ્ય સામે રૂા.5102.00 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

