પારડી-ધરમપુર: વર્તમાન સમયમાં કોઇને એવી ભેટ આપો કે હંમેશા એમની પાસે રહે તો એ રકત છે આ વાક્યને સાર્થક કરવા રકતદાન શિબીર ધન્વંતરી ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારા અને ગુજરાત સિકલસેલ રુષ્ણ ફાઉન્ડેશન (સૂચિત) વ્યારા અને વલસાડ જિલ્લાના પારડી અને ધરમપુર તાલુકાના સૌ યુવામિત્રો દ્વારા સ્વૈચ્છિક રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News વલસાડના પારડી ખાતે સંસ્કાર કેન્દ્ર શાળા-મોટા વાઘછીપામાં ધન્વંતરી ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારા અને ગુજરાત સિકલસેલ રુષ્ણ ફાઉન્ડેશન (સૂચિત) વ્યારા અને વલસાડ જિલ્લાના પારડી અને ધરમપુર તાલુકાના સૌ યુવામિત્રો દ્વારા સ્વૈચ્છિક રકતદાન શિબીર રાખવામાં આવી હતી જેમાં દરેક રક્તદાતાઓને અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ-અતુલના સહયોગથી પ્રોત્સાહનરૂપે હેલ્મેટ ભેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત શિબિરમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ અને આશ્રય ચેરીટેબલ ટ્રસ્ટ,ડી સેલ્ફ હેલ્પ ગ્રુપ પણ હતા.
આ રક્તદાન શિબિરને સફળ બનાવવામાં સંજય પટેલ, મયંક પટેલ(ખેરલાવ), શૈલેષ પટેલ, અંકિત પટેલ (કચવાલ), નીતીન પટેલ, દિવ્યેશ પટેલ (સામરપાડા), કરણ પટેલ (કાકડમટી), ફેમીલ શેખ, હેમંત પટેલ (કાકડકુવા), મનિષ દેશમુખ જેવા અન્ય યુવા મિત્રોએ મહત્વનું યોગદાન આપ્યું હતું.

