કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના અંભેટી ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વરદ હસ્તે, તેમજ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલની, માન. કલેક્ટર દવે સાહેબશ્રી, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં જીલ્લા વહીવટીતંત્ર દ્રારા “કિસાન સમ્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
Decision News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં કિસાન સન્માન નિધિ યોજના” હેઠળ દેશના અન્નદાતાઓ સહિત જીલ્લાના ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્રારા 19મો હપ્તો જમા કરવામાં આવ્યો. જેના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા “કૃષિ પ્રગતિ” કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સેન્ટર, વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લીકેશનનું ઇ-લોકાર્પણ તથા તુવેર ખરીદીના શુભારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારા, જીલ્લા મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રીમતી હિરાબેન માહલા, જીલ્લા પંચાયત સભ્યશ્રી કેતનભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

