વલસાડ: વલસાડમાં નગરપાલિકાઓની અને તાલુકા પંચાયતની ચૂંટણી મોટાભાગની બેઠક પર વર્તમાન દ્રશ્યો જોયા અનુસાર ડરેલા ભયભીત થઈને પાણીમાં બેસી જનારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવતાની સાથે જ વલસાડમાં કોંગ્રેસની નખ્ખોદ વાળનાર ગૌરવ પંડયા, મિલન દેસાઈ, દિનેશ પટેલ કે કિશન પટેલ હોવાની લોકચર્ચા જોવા મળી રહી છે.

પેટાચુંટણીમાં લોકચર્ચાનું રીપોર્ટીંગ..

2025 માં વલસાડ, પારડી, ધરમપુર એમ ત્રણ નગરપાલિકાની 96 બેઠકો માટે ચૂંટણી થવાની છે. પણ વલસાડ કોંગ્રેસમાં ચાલી રહેલી જૂથબંધી અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતાગીરીની ભારે ઉદાસીનતા કોંગ્રેસનું દિન પ્રતિ દિન નખ્ખોદ નીકલી રહ્યું છે. ધરમપુરમાં કોંગ્રેસનું નેતૃત્વ ખતમ થઇ રહ્યું હોય એવા દ્રશ્યો દેખાય રહ્યા છે. સંગઠનનના નામે મીંડુ જોવા મળી રહ્યું છે. ગામડાઓમાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જૂથવાદ ફૂલ્યો ફાલ્યો છે. વલસાડમાં કોંગ્રેસના નેતાઓ અને ભાજપના નેતાઓ વચ્ચે ઈલુ-ઈલુ પણ છે એમ જાણવા મળ્યું છે.

નામ ન આપવાનું કહી કાર્યકર્તા જણાવે છે કે મિલન દેસાઈ કોંગ્રેસ અને ભાજપ બન્નેમાં પગ રાખીને ચાલે છે. મિલન દેસાઈને અનેક વખત ગુજરાતના નાણા મંત્રી કનુ દેસાઈ સાથે જોવા મળી ચૂકયા છે. મિલન દેસાઈના કોંગ્રેસમાં વિશ્વાસુ નેતા તરીકે વર્તમાન પ્રુમખ દિનેશ પટેલનું નામ આવે છે. દિનેશ પટેલ અને મિલન દેસાઈની જોડી પ્રખ્યાત છે. મિલન દેસાઈ, દિનેશ પટેલ અને માજી સાંસદ કિશન પટેલની એક આખી ધરી છે.

દિનેશ પટેલ મૂળભૂત રીતે ઉમરગામના વલવાડા ગામનાં છે અને પ્રમુખ તરીકે તેમની આ બીજી ટર્મ છે, પરંતુ આ બે ટર્મ દરમિયાન કોંગ્રેસનું મોટાપાયા પર ધોવાણ થયું છે. બીજું કોંગ્રેસના દિગ્ગજ નેતા ગૌરવ પંક્યા.. ગૌરવ પંડયા વલસાડમાં કોંગ્રેસનું ધોવાણ કરવામાં મુખ્ય છે એવું કોંગ્રેસના જ કાર્યકર્તા જણાવે છે. ગૌરવ પંડ્યા કોંગ્રેસને બેઠી કરવા માટે નહિ પણ જાણે ડૂબાડવાનું કામ કરી રહ્યા હોય તેમ વલસાડ ચુંટણીના સમયગાળા દરમિયાન દેખાય છે બાકી તો દિલ્લી ભલું કે એસીમાં આરામ.. ગૌરવ પંડયાની સામે મિલન દેસાઈ. કિશન પટેલ અને દિનેશ પટેલની લોબી છે. સુત્રો જણાવે છે કે વલસાડ કોંગ્રેસમાં આજે પણ મોટી મોટી કંપનીઓ અને અનેક સરકારી કોન્ટ્રાક્ટ કોંગ્રેસના નેતાઓના ચાલી રહ્યા છે. હાલમાં વલસાડ કોંગ્રેસનું શું ભવિષ્ય છે એ કહેવું ખુબ જ મુશ્કેલ છે.. આવી કપરી પરિસ્થિતિમાં વલસાડ કોંગ્રેસને બેઠી કરવા માટે દીવાદાંડી કોણ ?.. એવો કોઈ નેતા કોંગ્રેસ પાસે છે જે કોંગ્રેસની વિચારધારા લઈને લોકકલ્યાણની સાથે પક્ષને વલસાડમાં મજબુત બનાવી શકશે ? લોકોએ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોતાનો નેતા પોતે ઝડપથી શોધવો પડશે નહિ તો બહુ મોડું થઇ જશે પછી.. મુંઝવણ ભર્યો સવાલ તો એ છે કે છે નવા જોડાતા કોંગ્રેસના કાર્યકર્તાઓ કોને જોઇને કોંગ્રેસને સ્વીકારશે..