ઝઘડિયા: ભરૂચ જિલ્લાના બહુલક આદિવાસી લોકોની વસ્તી ધરાવતા ઝઘડિયા તાલુકાના દુ, માલપોર પ્રાથમિક શાળા દ્વારા આદિવાસી બાળકોમાં શિક્ષણ જ્યોત પ્રગટાવ્યાના ગતરોજ 76 માં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચના ઝઘડિયા તાલુકાના દુ, માલપોર પ્રાથમિક શાળાનો 76 માં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગામના મહિલા સરપંચ શ્રીમતી સંગીતાબેન વસાવા તથા અતિ વિશેષ તરીકે દિપક ફાઉન્ડેશન ના પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર એગ્રીવેશ ઝા સાહેબ તથા smc અધ્યક્ષ દુ,માલપોર તથા smc સભ્યો દુ:માલપોર શાળા તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.

દુ, માલપોર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા આદિવાસી સંસ્કૃતિના પ્રવૃત્તિઓ, અન્ય શિક્ષણ અને સમાજ જાગૃતિની કૃતિઓ સંસ્કૃતિ કાર્યક્રમમાં યોજવામાં આવી હતી અને આ પ્રસંગે શાળાના સ્ટાફ તથા સૌકોઈ નિહાળીને અને મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો.