ધરમપુર: સમય પાલનમાં જે જરા પણ નહીં ચાલવતાં અને જે સમય ન વેડફવાના હિમાયતી એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામના ધરમપુરમાં આવેલ ગાંધી બાગમાં કેટલાય મહિનાથી ધરમપુર નગરપાલિકાના પાપે બંધ હાલતમાં ઘડિયાળ ધૂળ ખાઈ રહી છે પણ હરામ બરાબર આ નગરપાલિકા ધ્યાન આપતું હોય તો..

Decision News સાથે વાત કરતાં લોકો કહે છે હાલમાં ધરમપુર નગર પાલિકામાં ચૂંટણીનો માહોલ છે. નગરજનોને ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો મોટા મોટા વાયદા વચનો આપતા હશે પણ ધરમપુરમાં આવેલ ગાંધીબાગમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાછળ જે ઐતિહાસિક ઘડિયાળ છે તે બંધ હાલતમાં પડી છે એને તો સુધારો ? શું ધરમપુર નગરપાલિકાને મહિનાઓથી બંધ આ ઘડિયાળ ધ્યાને નહીં આવી હોય ? એક ઘડિયાળનો સમય તો ઠીક કરાવી શકતા નથી શું તમને લાગે છે તે ધરમપુરમાં વિકાસનો કે સારો સમય લાવી શકશે ? નગરપાલિકાની આ બેદરકારી નોંધનીય અને નિંદનીય છે.

આ બાગમાં દિવસ દરમિયાન હજારો મુસાફરો આવે છે બાગમાં રહે છે નાના ભૂલકાઓ યુવક યુવતીઓ અને સાંજ સવારે ચાલવા આવતા વડીલોની નજર કદાચ આ ઘડિયાળ પર પડ્યા વગર નહીં રેહતી હોય પણ આ નગર પાલિકા જાણે કશું પડી જ નથી એમ મહિનાઓથી આ ઘડિયાળ માટે ગાંધારીને જેમ આંખે પટ્ટી બાંધીને બેઠું છે એમ કહેવામાં કશું ખોટું નથી.. હવે જોવું રહ્યું કે આ ઘડિયાળનો સમયનો કાંટો ફરશે કે કેમ…!