વલસાડ: સરકારી પોલીટેકની વલસાડ ખાતે તા.11 ફેબ્રુઆરી 2025 મંગળવાર થી તા. 13 ફેબ્રુઆરી 2025 દરમ્યાન યોજાનાર સ્પોટર્સ ફેસ્ટ “હુંકાર 2025” તેમજ ફૂડ કાર્નિવલનો માનનીય શ્રીમતિ અર્ચના દેસાઈ મેનેજીંગ ટ્રસ્ટી કુસુમ વિધાલયના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો.
Decision News ને મળેલી માહિતી મુજબ શ્રીમતી અર્ચના દેસાઈ દ્વારા રમતોનું આપણા શારીરિક અને માનસિક વિકાસમાં કેટલો ફાળો છે જે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને એમણે પોતે રમતગમત ક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓ વર્ણવી હતી. સંસ્થાના આચાર્ય શ્રી ડો. અમિત ધનેશ્વર દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.
તેમજ ત્રણ દિવસ ચાલનાર આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફને ખૂબ મોટી સંખ્યામાં ભાગ લેવા માટે આહવાન કરવામાં આવ્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જીમખાના કમિટીના કોઓર્ડિનેટર શ્રી મનીષ નાસીત, શ્રી વિપુલ પટેલ તેમજ ફૂડ કાર્નિવલના કોઓર્ડિનેટર શ્રી ઘનશ્યામ રાવલ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

