વલસાડ: ગુજરાતના જાણીતા લેખક, કવિ, સંપાદક અને નિબંધકાર શ્રી મણિલાલ હ. પટેલજીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે તેમના જીવન પર લખાયેલા જીવન ગ્રંથરૂપી પુસ્તક “માટી મલક ને મોલ” ના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દક્ષિણ ગુજરાતના ગાંધીયન નિલમ પટેલ જણાવે છે કે લેખક, કવિ, સંપાદક અને નિબંધકાર શ્રી મણિલાલ હ. પટેલજીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે તેમના જીવન પર લખાયેલા જીવન ગ્રંથરૂપી પુસ્તક “માટી મલક ને મોલ” નું લોકાર્પણ થયું હતું જેમાં હાજરી આપવાનો અવસર મળ્યો, જે અત્યંત ગૌરવપૂર્ણ અનુભવ રહ્યો.
વધુમાં તેમનું કહેવું હતું કે મણિલાલભાઈ હ પટેલ ખોબા આશ્રમ પર આવી રાત્રિ રોકાણ કર્યું છે. અને તેમના આજીવન ગ્રંથમાં ખોબા આશ્રમનો ઉલ્લેખ કરવાથી અમને અત્યંત ગર્વ અને આનંદની અનુભૂતિ થઈ રહી છે. વિશેષ આભાર અમારા ટ્રસ્ટી શ્રી ડૉ. આશાબેન અને હાર્દિકભાઈનો, જેમના કારણે મણિલાલ હ. પટેલજીને પોખવાની અમૂલ્ય તક મળી.

