ચીખલી: ચીખલી પોલીસ તાલુકામાં આવેલા આદિવાસી વિસ્તારોના ગામડાઓમાં જે રીઢા થઈને આદિવાસી યુવાપેઢીને દારૂની લત લગાડતા બુટલેગરો પ્રત્યે કહેર બની રહ્યા હોય તેમ ગતરોજ લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે દારૂ પકડયા હોવાનું જાણવા મળ્યું છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ ચીખલીના માણેકપોર ખાખરી ફળીયા ખાતેથી રહેણાંક મકાનમાં તેમજ શેરડીના ખેતરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ વ્‍હીસ્‍કીની નાની મોટી બોટલો તથા ટીન બીયર મળી કુલ નંગ – 948 કિમંત રૂપિયા 2,56,560/- નો પ્રોહીબીશન મુદામાલ શોધી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ ચીખલી પોલીસે શોધી કાઢ્યા છે.

હાલમાં નવસારીના આદિવાસી વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ વેચવામાં આવતો હોવાની જ્યારે વાંરવાર લોકોની પ્રેસ ફરિયાદો આવતી હોય છે ત્યારે જો આ બુટલેગરોને નાથવા હોય તો પોલીસે પોતાની ભૂમિકા આમ જ નિભાવવી પડશે. પોલીસના આ કાર્યને લોકો બિરદાવી રહ્યાં છે.