માંડવી: ગુજરાતમાં આદિવાસીઓના જળ જંગલ અને જમીનને છીનવીને સરકાર સતત અત્યાચાર કરી રહી છે આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ પર થઈ રહેલા અન્યાય અને અત્યાચારની વિરુદ્ધમાં એક લોકચેતના જાગૃત કરવાના હેતુથી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
Decision News ને મળેલી માહિતી મુજબ આ પદયાત્રાને લઈને માલધા ચોકડી ખાતે આગેવાનો દ્વારા એક આયોજન બેઠક રાખવામાં આવી હતી જેમાં (1) માંડવી તાલુકામાં નામદાર ગુજરાત હાઇકોર્ટના ચુકાદો હોવા છતાં આમલીડેમ-લાખીડેમ-ઈસરડેમના વિસ્થાપિતોને ન્યાય નથી મળ્યો એમના માટે ન્યાય મેળવવા તથા (2) માંડવી-ઉમરપાડા-સોનગઢ તાલુકામાં બનનાર અભ્યારણ્ય રદ કરવામાં આવે (3) માંડવી સુગરનાં મજૂરો-ખેડૂતો-કર્મચારીઓના નાણા કૉર્પસ ફંડ બનાવી ચૂકવવામાં આવે અને સુગરનું ખાનગીકરણ રદ કરવામાં આવે(4)ઉકાઇના વિસ્થાપિતો પર વન વિભાગ દ્વારા થતાં અત્યાચાર બંધ કરવામાં આવે તથા (5)હાઇવે નંબર 56 માં આદિવાસીઓનું ગેરકાયદેસર જમીન સંપાદન બંધ કરવામાં આવે જેવા વિવિધ મુદ્દાઓ લઈને માંડવી તાલુકાના નવયુવાઓ સાથે મળી અન્યાય સામે ન્યાય મેળવવા “જળ-જંગલ-જમીન સંરક્ષણ યાત્રા” કરવામાં આવશે
એવું નક્કી કરવામાં આવ્યું હતું આ યાત્રાનો રૂટ માંડવી તાલુકાના માલધા ફાટાથી થઈને માંડવી નાયબ કલેકટરની કચેરી સુધી રાખવામાં આવ્યો છે જેમાં ઉપસ્થિત રહેવા તમામ નાગરિકો, સામજિક આગેવાનો, સામજિક સંગઠનોને અપીલ કરવામાં આવે છે

