ખેરગામ: હાલના સમયમાં સામાજિક મોભીઓના વર્ષોની મહેનતના પરિણામે વધી રહેલી સામાજિક જનજાગૃતિથી આદિવાસી યુવાનો વ્યાપાર ધંધા ક્ષેત્રે સારુ કાઠું કાઢી રહ્યા છે. ધવલ પટેલ નામના યુવાન દ્વારા હાલમાં ખેરગામમા કાન્હા સ્કેલ નામની વજનકાંટાની દુકાન ખોલી જેમાં ઇલેક્ટ્રિક સામાન અને પાણી શુધ્ધિકરણ પ્લાન્ટ પણ મળશે.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પધારેલ સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે Decision News સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અત્યારસુધી સાહસિકતાના અભાવે આદિવાસી સમાજ હંમેશા વ્યાપારધંધા ક્ષેત્રે પાછળ જ રહ્યો હતો જેના લીધે ગુજરાતમાં 1 કરોડ જેટલી એટલે કે દર છઠ્ઠા ગુજરાતીએ એક આદિવાસી હોવા છતાં આજદિન સુધી વણિક,પાટીદાર,સિંધી સમાજના લોકો જેવી નોંધપાત્ર પ્રગતિ નથી કરી શક્યો.કોઈપણ સમાજે પ્રગતિ કરવી હોય તો ઉદ્યોગધંધા ક્ષેત્રે આગળ આવવું ખુબ જ જરૂરી છે. પરંતુ હાલમાં આવેલા ઈન્ટરનેટના સમયગાળામા લોકો ઘણી ઝડપથી સાચી વાત જાણવા મળી રહી છે તેથી ઉદ્યોગધંધામાં ઝડપભેર આગળ વધી રહ્યા છે જે એક ખુબ સારી પ્રગતિની નિશાની છે.

ખેરગામ તાલુકો મહતમ રીતે ખેતપેદાશો પર જીવતા આદિવાસી ખેડૂતો અને વેપારી વર્ગથી બનેલો છે. આથી ખેતીવાડીની પેદાશોના વજન માટે વજનકાંટાની તાતી જરૂરિયાત રહેતી હોય છે. આ દુકાનમાં વજનકાંટાનુ ઉત્પાદન, રીપેરીંગ બંન્ને થતું હોવાથી તમામને કામગીરીમા ખુબ સરળતા રહેશે. અહીંયા તમને બાળકોથી લઈને ટન વજન માપી શકે એટલી રેંજના વજનકાંટાઓ મળી રહેશે. આ પ્રસંગે ગમનભાઈ પટેલ,અમૃતભાઈ પટેલ,ડો.દિવ્યાંગી પટેલ, ડો.મિત્તલબેન પટેલ, રીતેશભાઈ પટેલ, જશવંતભાઈ, વિનોદભાઈ પટેલ, શીલા ભોયા, અંકિતા પટેલ, મયુર, નિતા સહિતના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.