ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના શેરીમાળ ગામે 50મો મહારક્તદાન કેમ્પ પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, RAINBOW WARRIORS DHARAMPUR, અને તાડપાડા યુવા મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો. જેનું ઉદ્દઘાટન પાર્થ ટ્રેડર્સ વાપીના ફાઉન્ડર પાર્થિવ મહેતા, પંકજભાઈ દામા, નીરવભાઈ જાની, ભાવિનભાઈ પટેલ, જતીનભાઈ મોનાની, નંદલાલ માહલા (ક્લાસ 1 જિલ્લા સહાયક નિરીક્ષક), યુ.બી. બાવીસા (આ.ડાયરેક્ટર માહિતી વિભાગ ગાંધીનગર) ના હસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. RAINBOW WARRIOR’S DHARAMPUR ની અનોખી પરંપરા મુજબ ગામના નિવૃત્ત શિક્ષક તથા હરહંમેશ શાળાના હિત માટે યોગદાન આપનાર વલ્લભભાઈ નારણભાઈ ગરાસિયાનું શાલ ઓઢાડી મોમેંટો આપી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ રકતદાન કેમ્પ માટે આર્થિક સહયોગ આપનાર સૌ દાતાઓનો મોમેંટો, પુષ્પછોડ આપી સન્માન કરવામાં આવ્યું.
સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉંડર હિતેનભાઈ ભૂતાના સૌજન્ય થી ધરમપુર તથા નવસારી જિલ્લાની 11 જેટલી સાકાર વાંચન કુટીરના આ વર્ષ ના સફળ 10 તરલાઓ કે જેમણે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી સરકારી નોકરી મેળવી છે એવા જીગરકુમાર દિનેશભાઈ પટેલ, સંદીપભાઈ પટેલ, સાવનભાઈ મહેશભાઈ પટેલ, જીગ્નેશભાઈ બાબુભાઈ પટેલ, હિમાંશુ દેસાઈ, અક્ષિત મણીલાલ દેશમુખ, ડૉ. નીતલ આર. માહલા, અને કિરણકુમાર પાસારીનું સ્કૂલ બેગ મોમેંટો તથા બોલપેન આપી સન્માન કરવામાં આવ્યું.
પાર્થિવભાઈ મહેતાએ રક્તદાનનું મહત્વ સમજાવ્યું અને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે rainbow warrior’s ગ્રુપના યુવાનો માટે વાપીની વિવિધ કંપનીમાં નોકરી આપવાની ખાતરી આપી હતી. રક્તદાન શિબિરમાં પંકજભાઈ દામા (ખજાનચી એન્જિનિયર એસો.વાપી), નિરવભાઈ જાની (ઉદ્યોગપતિ), ભવિનભાઈ પટેલ (ઉદ્યોગપતિ), જતીનભાઈ મોનાની (સેવાભાવી ચેરી ટેબલ ટ્રસ્ટ વાપી), નંદલાલભાઈ મહલા (ક્લાસ 1 ઓફિસર), ઉમેશભાઈ બાવિસા (આ. ડાયરેક્ટર માહિતી વિભાગ ગાંધીનગર), ભગવાનદાસ દમણિયા (રિ.પ્રોફેસર), કમલેશભાઈ ઠાકોર (માજી પ્રમુખ તા.પંચાયત વલસાડ), સ્નેહલભાઈ પટેલ( કુસુમ ફાઉન્ડેશન), પુખરાજ ધ્યાયવાલા (મેનેજર બી.આર. ઇન્ટર નેશનલ ખારવેલ), જયંતિભાઈ પટેલ (શીતળ છાયડો લાઇબ્રેરી નગારિયા), નિમેષભાઈ ગાંવિત( નાયબ ઓડિટર લોકલ ફંડ નવસારી), જીતેન્દ્ર પટેલ (જિલ્લા તિજોરી કચેરી ડાંગ), દિનેશભાઈ પટેલ (આચાર્ય સંઘ પ્રમુખ) , જયશ્રીબેન ભગત (આચાર્ય શાહ કે.એમ એસ. વલસાડ) છનાભાઈ ભગુભાઈ પટેલ (માજી સરપંચ), નારણભાઈ દિતાભાઈ પટેલ, બિપીનભાઈ માહાલા સામાજિક કાર્યકર્તા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા.
રક્તદાન કેમ્પમાં 2 મહિલા શિક્ષિકાઓ, ભાવિનીબેન વિઠ્ઠલભાઈ ભગત અને જયશ્રીબેન વિઠ્ઠલભાઈ ભગતે પણ ભાગ લીધો. તેમની આ હિંમતભરી કામગીરી અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
રક્તદાતાઓને પાર્થ ટ્રેડર્સ વાપી તરફથી ટુવાલ, ફેશિયલ કીટ, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તરફથી ધાબળા, rainbow warrior’s dharampur તરફથી લંચ બોક્સ, મગનભાઈ પટેલ તથા પંકજભાઈ પટેલ તરફથી ફૂલછોડ ભેટ તથા તાડપાડા યુવા મિત્ર મંડળ તરફથી નાસ્તો તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
RARAINBOW WARRIORS DHARAMPUR છેલ્લા ઘણા વર્ષોથી રક્તદાન અને અન્ય સામાજિક સેવાઓમાં કાર્યરત છે. શંકર પટેલ અને તેમની ટીમના અવિરત પ્રયત્નો અને વ્યૂહાત્મક આયોજન દ્વારા, 49માં રક્તદાન કેમ્પ સુધી માં 2111 બેગ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. 50મો મહા રક્તદાન કેમ્પ પણ સફળ રહ્યો, જેમાં 102 રક્તદાતાઓએ રક્તદાન કર્યું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે તાડપાડા યુવા મિત્ર મંડળના તથા rainbow warrior’s dharampur ના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ આયોજન તથા સંચાલન દિવ્યેશ પટેલ , દિવ્યાંગ પટેલ અનુજ પટેલ, હિતેન્દ્રભાઈ પટેલ, કેતનભાઈ ગરાસિયા, જયેશભાઈ ગરાસિયા, ઉમેશ પટેલ, મિત્યાંગ પટેલ , છાયાબેન ગરાસિયા, નલિની પાનેરીયા,સ્વાતિબેન પટેલ, ભાવિકા પટેલ, દર્શનાબેન પટેલ, નીતાબેન પટેલ તથા રેઈન્બો વોરિયર્સ ધરમપુરના કો.ઓ. શંકર પટેલે કર્યું હતું.

