શિક્ષણનીતિ: બોર્ડની પરીક્ષાને લઇને શિક્ષણ બોર્ડની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી 27 ફેબ્રુઆરીથી ધો. 10 અને 12ની પરીક્ષા શરૂ થશે. જેમાં ધોરણ 10ના 8.92 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. 989 કેન્દ્ર પર ધો. 10ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.જ્યારે 672 કેન્દ્ર પર ધો. 12ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય પ્રવાહના 4.23 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. જ્યારે વિજ્ઞાન પ્રવાહના 1.11 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે.

પરીક્ષાના સંચાલન માટેના ઝોન મુજબ પરીક્ષા કેન્દ્રો, કેન્દ્રવાર પરીક્ષાર્થીઓ, બ્લોક બિલ્ડીંગની સંખ્યા, વિષયવાર નોંધાયેલ પરીક્ષાર્થીઓ વગેરે જેવી આંકડાકીય માહિતી અને જિલ્લા કક્ષાએ કરવાની કામગીરીની વિગતો સરળતાથી ઉપલબ્ધ થાય અને એકસૂત્રતા રહે તેમજ જિલ્લા કક્ષાએ પરીક્ષાનું આયોજન અને અમલીકરણ યોગ્ય રીતે કરી શકાયતે હેતુથી બોર્ડ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલ છે. જે બોર્ડની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

Decision News  ને મળેલી મળેલી માહિતી મુજબ ધોરણ-10ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી ચાલશે.પરીક્ષાનો સમય સવારે 10 થી 1.15 સુધીનો રહેશે. જ્યારે ધોરણ 12ની પરીક્ષા 15માર્ચ સુધી ચાલશે, જેનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 સુધીનો રહેશે.ધોરણ 10ની પરીક્ષા 87 ઝોનનાં 989 કેન્દ્ર પર, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 520 કેન્દ્ર પર અને 12 સાયન્સની પરીક્ષા 152 કેન્દ્ર પર યોજાશે.પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તે માટે બોર્ડે સંચાલકો માટે માર્ગદર્શિકા પણ જાહેર કરાઈ છે.

નોંધ: વિદ્યાર્થીઓ પરીક્ષા સ્થળમાં પ્રવેશ કરે તે પ્રવેશદ્વારની નજીક વિદ્યાર્થીના જવાના રસ્તા પર નજરમાં આવે તે રીતે એક ‘પશ્ચાત્તાપ પેટી” રાખવાનું નક્કી કરાયું છે. જેમાં વિદ્યાર્થી ચિઠ્ઠી-ઝેરોક્સ, કોપી સહિત જે કંઈ ગેરરીતિ માટેનું સાહિત્ય લાવ્યા હોય તે સ્વેચ્છાએ પશ્ચાત્તાપ પેટીમાં નાખી શકે જેથી વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં પ્રવેશ કર્યા બાદ તેની પાસે કોઈ પણ પ્રકારનું સાહિત્ય ન રહે.

1.15 લાખથી વધુ રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે 14.28 લાખમાં 12 લાખથી વધુ નિયમિત વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો 1.15 લાખથી વધુ રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ-10 અને 12ની પરીક્ષાના મળીને કુલ 14.28 લાખ વિદ્યાર્થી આ વખતે પરીક્ષા આપશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here