અંકલેશ્વર: અંકલેશ્વરના કોર્ટ સંકુલમાં હેલમેટ વિનાના વાહનચાલકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો. ગુજરાત હાઈકોર્ટના હાલના પરિપત્રના પગલે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
Decision News ને મળેલી મળેલી માહિતી મુજબ કોર્ટમાં આવતા તમામ વ્યક્તિઓ જેમાં ધારાશાસ્ત્રીઓ, કોર્ટના કર્મચારીઓ અને અરજદારોનો સમાવેશ થાય છે. તેને હેલ્મેટ વગર પ્રવેશ આપવામાં આવતો નથી. આ નિયમનું પાલન કરાવવા માટે કોર્ટના મુખ્ય પ્રવેશદ્વાર પર પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તેઓ વાહન ચાલકોને અટકાવીને હેલ્મેટ પહેરવાનો આદેશ આપી રહ્યા છે.
નવા નિયમથી વાહન ચાલકોની સલામતી રહશે અને જાગૃતિ વધશે અને કાયદાનું પાલન સુનિશ્ચિત થશે. કાયદાનો દાખલો બેસાડવા હાઇકોર્ટ તરફથી કરવામાં આવેલા પરિપત્રનું અમલીકરણ કોર્ટ સંકુલ ખાતેથી કરવામાં આવ્યું છે. બી ડિવિઝન પોલીસની તપાસમાં પહેલાં દિવસે અનેક વકીલો અને અસીલો હેલમેટ પહેર્યા વિના આવતાં મેમો ફાડવામાં આવ્યો હતો તથા દંડની વસુલાત કરાઇ હતી.

