ધરમપુર: ભારત રંગ મહોત્સવ એ એશિયાનો સૈથી મોટો ઇન્ટર નેશનલ રંગ મંચ મહોત્સવ છે. (ઇન્ટર નેશનલ થિયેટર ફેસ્ટિવલ)જેમાં એશિયાના દેશોમાંથી નાટકો રજૂ થાય છે. વર્ષોથી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા આ મહોત્સવ યોજે છે. જેમાં કંનસરી”ની જગબુડ વાળી કથા પરથી તૈયાર કરેલ નાટક હિન્દી ભાષામાં રજૂ થશે કણા ભાષાના મૌખિક સાહિત્ય માટે આનંદના સમાચાર છે.

Decision News સાથે વાત કરતાં આદિવાસી કુકણા સમુદાયના આગેવાન ડાહ્યાભાઇ વાઢું જણાવે છે કે આ વર્ષે આ મહોત્સવમાં આપણી ભાષાનો મૌખિક પરંપરાની”કંનસરી”ની જગબુડ વાળી કથા પરથી તૈયાર કરેલ નાટક હિન્દી ભાષામાં રજૂ થશે. દરેક નાટકનો દશ મિનિટનો એક માઇક્રો શો ભજવવાનો હોય છે.બે દિવસ પહેલાં માઇક્રો શો ભજવાયાં. તેમાં કન્સરી નાટકના કનસરી નાં પાત્ર ભજવતા બહેનને બધા નાટકોમાંથી શ્રેષ્ઠ અભિનેત્રી નો અને માઇક્રો નાટકના ડાયરેકટર ને બેસ્ટ માઇક્રો ડાયરેકટર નો એવોર્ડ મળ્યો. કંનસરી નાટકના માઇક્રો શો એ રંગ મહોત્સવમાં રંગ જમાવીને નાટકની ૧૩/૨ ની ભજવણી પહેલાંજ ખૂબ સારી નામના જમાવી.

વધુમાં તેમણે કહ્યું કે આપણાં પરંપરાના આ મૌખિક સાહિત્યના નાટક માટે સમાજ વતી ત્રિવેણી થિયેટર ગ્રુપ વડોદરા, ડાયરેકટર શ્રી પી એસ ચારી અને કંન સરીની પાત્ર ભજવનાર મેડમ અને માઇક્રો શો નાં ડાયરેકટર તથા આપણાં સાહિત્યને આંતરરાષ્ટ્રીય રંગ મંચ સુધી પહોંચાડનાર બધાને અભિનંદન આપું છું.