કપરાડા: શ્રી ભોયા કુળ (કુંકણા) પરિવાર કલ્યાણ ટ્રસ્ટ વલસાડ દ્વારા આયોજીત ભોયા કુળ પરિવારનું 18 નું સ્નેહમિલન સંમેલન તારીખ 9/02/2025 રવિવારના રોજ 9:15 થી 2:30 ધરમપુર તાલુકાના તિસ્કરી ટલાટ ગામના દોણી ફળિયા ખાતે યોજાશે.

આ સ્નેહ મિલન સંમેલનવલસાડ, નવસારી અને દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં ભોયા કુળ (કુકણા) પરિવાર ઉપસ્થિત રહશે. આ કાર્યક્રમમાં કુળ અને સમાજના ઉત્થાન માટેની ચર્ચા સાથે માર્ગ દર્શન પૂરું પાડવામાં આવશે. આ સંમેલનમાં સમાજ અને કુળમાં પ્રવર્તેલા કુરિવાજોને દુર કરવાનો ભોયા કુળ પરિવાર ટ્રસ્ટનો પ્રયાસ ભૂતકાળમાં રહેલો છે. આગામી સમયમાં પણ કુરિવાજો દૂર કરવા આ સંમેલનનો વિષય હોવાનું જાણવા મળે છે. આજની યુવા પેઢીને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કરવા માટે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમ વલસાડ, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રમાં વસતા ભોયા કુળ ( કુકણા) લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એક બીજા સાથે પરિચય કેળવી એક બીજા ને સ્નેહ થી મળશે. જે અનેક હેતુઓ સાથે ભોયા કુળનું 18 મુ સ્નેહ સંમેલન યોજાશે.

આ કાર્યક્રમમાં ભોયા કુળ (કુંકણા) પરિવાર ટ્રસ્ટ વલસાડના પ્રમુખ મણીલાલ ભોયા, વિજયભાઈ જે ભોયા (ધારાસભ્ય ડાંગ), જીતુભાઇ ચોધરી (ધારાસભ્ય કપરાડા), ભોયા કુળ પરિવાર ટ્રસ્ટના ઉપ પ્રમુખ મનુભાઈ ભોયા, મંત્રી નવીનભાઈ ભોયા, ડૉ.મનોજભાઈ ભોયા (એમ.એસ. સર્જન રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુર), એન.ઝેડ ભોયા (પી.આઇ ધરમપુર), વલસાડ, નવસારી, ડાંગ અને દાદરા નગરહવેલીના ભોયા કુળ પરિવારના તાલુકા પ્રમુખો આગેવાનો, આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ભોયા કુળ પરિવારના સદસ્યો ઉપસ્થિત રહશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પધારવા ભોયા કુળ પરિવાર ટ્રસ્ટ દ્વારા જણાવ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here