સાગબારા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની પાંચપિપરી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની નિમણૂકને લઈને ભારે વિવાદ સર્જાયો હતો, તાજેતરમાં આંતરિક બદલી દ્વારા આવેલી મુખ્ય શિક્ષિકા પાસેથી ચાર્જ પાછો લઈ, અગાઉ મુખ્ય શિક્ષક રહેલા શિક્ષકને ફરીથી નિમણૂક આપવામાં આવે તેવી ગ્રામજનો અને શાળા સંચાલન સમિતિ (SMC) દ્વારા માંગ ઉઠી હતી, જેમાં હવે નવો વિવાદ ઊભો થયો છે.

આ મુદ્દામાં જ બચાઉં પક્ષ માંથી જિલ્લા જિક્ષણ અધિકારીને રજૂઆત કરવા ગયેલા ઉત્તમભાઈ વસાવાએ ઉષાબેન વસાવા વિરુદ્ધ વિવાદિત નિવેદન આપતા આજ ગતરોજ સાગબાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે, વસાવા ઉત્તમભાઈ ધીમાભાઈએ અમોને અસામાજિક, અનૈતિક ભાષામાં જાહેરમાં મારી ઇજ્જત પર અને મને બદનામ કરેલ છે. જે યોગ્ય નથી. જે વિડીયો સોસિયલ મીડિયામાં ફરી રહ્યો છે. જેને લઈને મારી કારકિદી અને મારા કામ પર અસર થયેલ છે. મારા સમાજમાં બદનામ કરેલ છે. આ તમામ બાબતોને કાયદાકીય તપાસ કરીને ધરપકડ કરવા આવે જ્યાં સુધી કાર્યવાહી નહિ થાય ત્યાં સુધી પોલીસ સ્ટેશન આગળ ધારણા પર બેઠેલા રહીશું.

શું લખ્યું છે ફરિયાદમાં ..?

(1) અમારા ગામમાં પ્રાથમિક શાળા આવેલ છે તેમાં શ્રીમતી વીણાબેન રૂપજીભાઈ ગામીત છે એ મુખ્ય શિક્ષકનો ચાર્જ આપવામાં આવેલ છે એ અમો ગ્રામજનો અને એસએમસી સભ્યોને મંજૂર નથી.
(2) અગાઉ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તે વસાવા બ્રિજેશભાઈ ભાંગાભાઈ ને મુખ્ય શિક્ષકનો ચાર્જ આપવામાં આવે એવી ગ્રામજનો અને એસએમસી સભ્યોની માંગણી છે
(૩) વસાવા બ્રિજેશભાઈ ભાંગાભાઈએ મુખ્ય શિક્ષકનો ચાર્જ લઈને એક વર્ષની અંદર જ શાળાનું વાતાવરણ તેમજ શૈક્ષણિક કાર્ય ખૂબ જ સરસ અને સંતોષકારક કામગીરી કરેલ છે તેથી આ કામને લઈને એસએમસી સભ્યોને ગ્રામજનો એવી નિર્ણય છે કે એમને મુખ્ય શિક્ષકનો ચાર્જ આપવામાં આવે જેથી કરીને અમારા બાળકો શૈક્ષણિક રીતે આગળ વધે.
(4) શ્રીમતી ગામીત વીણાબેન રૂપજીભાઈ જેવા પહેલા પ્રાથમિક શાળા ચોપડવાવમાં ફરજ બજાવતા હતા ત્યાં શૈક્ષણિક કાર્ય બાબતે તેમજ સસ્પેન્ડ શિક્ષક ઉત્તમભાઈ ધીમાભાઈ વસાવા સાથે અનૈતિક સંબંધોના કારણે શિક્ષક જોડે મારામારી થઈ હતી અને સજાના ભાગરૂપે બીજી શાળામાં બદલી થયેલ હતી અને એ જ શિક્ષક વસાવા ઉત્તમભાઈ ધીમાભાઈ પોતાના સ્વાર્થ માટે ગામીત વીણાબેન રૂપજીભાઇને બદલી કરાવી અમારી ગામની પ્રાથમિક શાળામાં પાંચ પીપરી માં લાગ્યા છે અને મુખ્ય શિક્ષકનો ચાર્જ એમણે આપવાનો પાસે રાખેલ છે જેથી અમારા ગામના બાળકો પર અસર થાય છે માનસિક રીતે અસર થાય છે તેમજ શૈક્ષણિક કાર્યમાં અસર થઈ શકે છે જે અનુસંધાને આપ શ્રી ને નમ્ર વિનંતી છે કે ઉપરોક્ત વિષયના અનુસંધાને નિર્ણય લેવામાં આવે.
(5)Right of Children to Free and Compulsory Education Act, 2009
(6)Right to Education
The Constitution (Eighty-sixth Amendment) Act, 2002 inserted Article 21-A in the Constitution of India to provide free and compulsory education of all children in the age group of six to fourteen years as a Fundamental Right in such a manner as the State may, by law, determine.
(7) અમો ફરિયાદીઓ સમાજમાં સામાજિક જાગૃતિનું કાર્ય કરી છીએ, મહિલાઓને હક્ક, અધિકાર મળે એ હેતુસર પણ કામકાજ કરીએ છીએ. બાળકોને સારા શિક્ષણ મળે તે માટે પણ અમે ગ્રામજનોએ સરકારશ્રીની કચેરીઓમાં જાણ કરેલ હતી. ગામમાં ગામના બાળકોને સારા મૂલ્યવાન શિક્ષણ મળે તે હેતુસર ગ્રામજનોએ SMC સભ્યોએ રજૂઆત કરેલ હતી. આજ રોજ તા. ૪/૨/૨૦૨૫ના રોજ ઉપરોક્ત આરોપીઓ રાજપીપળા, જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા માટે ગયેલા છે. ત્યાં ઓફિસ આગળ મીડિયા ગ્રુપ સમક્ષ આરોપી ૧. વસાવા ઉત્તમભાઈ ધીમાભાઈએ અમોને અસામાજિક, અનૈતિક ભાષામાં જાહેરમાં મારી ઇજ્જત પર અને મને બદનામ કરેલ છે. જે યોગ્ય નથી. જે વિડીયો સોસિયલ મીડિયામાં ફરી રહ્યો છે. જેને લઈને મારી કારકિદી અને મારા કામ પર અસર થયેલ છે. મારા સમાજમાં બદનામ કરેલ છે. આ તમામ બાબતોને કાયકીય તપાસ કરીને ઉપરોકત બાબતોની યોગ્ય તપાસ કરીને આરોપીઓ સામે મારી ફરિયાદ નોંધાવું છું.
(8) અમો ફરિયાદીને સામાજિક કાર્ય કામગીરીને અને ઓર્ગનીક ખેતીને લઈને તારીખ 8 માર્ચ 2022ના રોજ રાષ્ટ્રપતિના હસ્તે ‘નારી શક્તિ’ પુરસ્કારથી સન્માનિત કરેલ છે. તેની પણ આરોપીઓ ઇજ્જત કરતાં નથી. આરોપીઓ મહિલાઓની વિરોધી માનસિકતા ધરાવે છે. તેથી તાત્કાલિક ધોરણે આરોપીઓ પર FIR કરી ફરિયાદ નોંધાવું છું.
(9) આરોપીઓ સામે FIR ન થાય ત્યાં સુધી હું સાગબારા પોલીસ સ્ટેશને જ રહીશ. જે આપની જાણ સારું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here