વલસાડ: વલસાડ જિલ્લામાં ફેબ્રુઆરી માસમાં પણ ઠંડીનો માહોલ ચાલી રહ્યો છે. શહેરનું તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેના કારણે લોકોએ ફુલગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ સુધી વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડા પવનના સુસવાટા સાથે ઠંડીનું જોર રહેશે.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 28 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે, જ્યારે રાત્રે તાપમાન ઘટીને 19 ડિગ્રી સુધી પહોંચી શકે છે. શહેરમાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. વહેલી સવારે વાદળછાયું વાતાવરણ ખુલી જતાં ઘુમ્મસ જોવા મળ્યું ન હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી અઠવાડિયામાં ગુરુવાર સુધી વહેલી સવારનું તાપમાન 20 ડિગ્રીથી નીચે રહેશે. ત્યારબાદ તાપમાનમાં વધારો થઈને 20 ડિગ્રીથી ઉપર જવાની શક્યતા છે. દિવસ દરમિયાન ખુલ્લા વાતાવરણને કારણે તડકો રહેશે, જ્યારે રાત્રિ દરમિયાન ઠંડીનો અનુભવ થશે.