મહુવા: લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે આદિવાસી યુવાનો પોતના લગ્નને યાદગાર બનાવવા માટે આદિવાસી પ્રાચીન પરંપરા અને રીત રીવાજો અનુસાર લગ્ન કરી રહ્યા છે ત્યારે મહુવા તાલુકામાં વેલણપુર ગામમાં આદિવાસી રૂઢી અને પરંપરા મુજબ લગ્ન થયાની તસવીરો સામે આવી હતી.
DECISION NEWS ને મળેલી માહિતી પ્રમાણે મહુવા તાલુકામાં વેલણપુર ગામમાં જીગીશાના લગ્ન હેમાંશુ નામના આદિવાસી યુવક-યુવતીના લગ્ન આદિવાસી રૂઢી અને પરંપરા મુજબ આદિવાસી રીત રીવાજ સાથે કરવામાં આવ્યા હતા જેને લઈને આદિવાસી યુવાનો લગ્નમાં ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
વર્તમાન સમયમાં અન્યની દેખાદેખીમાં મોટાભાગના યુવાનો લગ્ન કરતાં જોવા મળે છે ત્યારે નવી પેઢીના આ યુવાનોએ પોતાના પૂર્વજોના માનમાં અને ભુલાતી જતી આદિવાસી સંસ્કૃતિ રીતરીવાજોને મહત્વ આપી પ્રાચીન અને અનોખી પોતાની અસ્મિતાને સાચાવાનું ગૌરવપૂર્ણ કાર્ય કર્યું છે.