ઉમરપાડા: ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામમાં છેલ્લા દસ વર્ષથી પાણી પુરવઠા દ્વારા ગામને પાણી પહોંચવા માટે ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું પરંતુ આ ટાંકી જાણે 10 વર્ષથી બિનજરૂરી પડી રહી હોય એવા દ્રશ્ય સામે આવતા ગ્રામજનોએ અમને આના વિશે જાણ કરી.
Decision News ને ગ્રામજનોએ જણાવ્યું કે પાણી પુરવઠા દ્વારા આ ટાંકીને દશ વર્ષથી બનાવવામાં આવી રહી હતી અને જેનાં પાઇપલાઇનના ખોદકામ માટે રસ્તાઓની વચ્ચેથી બે વાર ખોદકામ કરાયું જેના કારણે રસ્તાઓના દ્રશ્ય બદલાયા તેમજ પાઇપલાઇનનો પણ નાખી દેવાયી પરંતુ તેમાં પાણી ના આવ્યું. આ દ્રશ્ય ગામના આગેવાન ગુરુજી વસાવાની સમક્ષ આવ્યા.
તેમણે પત્રકાર દિવ્યેશ વસાવાને જાણ કરી અને કહ્યું કે ભષ્ટાચારના દ્રશ્ય ઉમરપાડા તાલુકાના ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા સમક્ષ મૂકી અને આ ભ્રષ્ટાચારના પૈસા કોના કોના ખિસ્સામાં ગયા તે પૂછવા હાલ આ ટાંકીનો સદુપયોગ ત્યાંના એક બહેન કરે છે જે ટાંકી ઉપર ગાયના ગોબરથી છાણા બનાવે છે અને ટૂંક સમયમાં આ વિસ્તારમાં સમૂહ લગ્ન થવા જઈ રહ્યું છે ત્યારે આની સાફ-સફાઈ થશે અને સમગ્ર વિસ્તારને સાફ કરી દેવામાં આવશે એના પહેલા આ તસ્વીરો ગ્રામ જનોએ અમને મોકલાવીને આ સમગ્ર બાબતે જાણ કરી.