વાંસદા: એક દીપડાએ વાંસદાના લોકોની ઊંઘ હરામ કરી મૂકી છે આતંક મચાવ્યો છે. કડકડતી ઠંડીમાં લોકોને ધ્રુજારી વધારી રહ્યો છે વાંસદાના ગ્રામીણ વિસ્તારમાં દીપડાના ભારે ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર બનેલા લોકો રાત્રી પેહરો ગોઠવી તાપણું કરી રહ્યા છે.
Decision News ને મળતી માહિતી મુજબ લોકો કહે છે કે દીપડાના કારણે આખી રાતનો ઉજાગરો કરવા પડે છે. છાના પગલે આવતો અને રાત્રિના અંધકારમાં અલોપ થઈ જતો દીપડો વાંસદા તાલુકાના ધાકમાળ, ઉપસળ, ખાંભલા, સીતાપુર, આંબાબારી, મોટી વાલઝર, રૂપવેલ સહિતના ગામોના લોકોને ત્રાહિમામ કરી નાખ્યા છે દીપડાએ આતંક મચાવ્યો છે.
છેલ્લા ત્રણ મહિનામાં છ થી વધુ લોકો ઉપર દીપડાએ હુમલા કર્યા છે. જેમાં ત્રણ નાના બાળકો પણ છે. એક મહિલાને દીપડાએ ફાડી ખાધી હતી. બીજું ખેતરમાં પાણી મુકવા ગયેલા ખેડૂત ઉપર એ દીપડો હુમલો કર્યો હતો અમે હવે નિરાંતની નીંદર માણતા નથી હવે ભેગા મળી હાથમાં સળગતી મશાલના અજવાળે દીપડાને ગામથી દૂર રાખવા પ્રયાસ કરીએ છીએ ગામના ચોતરાં પર તાપણું કરીએ છીએ કરી રહ્યા છે.