સુરત: સુરતના અશ્વિનીકુમાર રોડ પર વહેલી સવારે એક કિલોમીટરના રોડ પર ઓઈલ ઢોળાયું જેને લઈને સવારે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. નવ જેટલા બાઈકચાલકો ઓઇલના કારણે સ્લીપ થઈને રોડ પર પટકાયા હતા. બે બાઈકચાલકને ઈજા પહોંચતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગે એક કિમીના રોડ સુધી ઢોળાયેલા ઓઇલને સાફ કર્યું હતું.
Decision News ને મળતી માહિતી મુજબ સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં ગૌશાળાથી લઈને અશ્વિનીકુમાર સ્મશાન ઘરનાળા સુધીના રોડ પર વહેલી સવારે કોઈક રીતે ઓઇલ ઢોળાયું હતું. જેના પગલે આ એક કિલોમીટરનો રસ્તો લપસણો થઈ ગયો હતો. દરમિયાન વહેલી સવારે અહીંથી પસાર થતા બાઈકચાલકો સ્લીપ થઈને પડવાનું શરૂ થયું હતું. સવારે નવ વાગ્યા સુધીમાં નવ જેટલા બાઈકચાલકો સ્લીપ થઈને રોડ પર પટકાયા હતા.ગૌશાળા નજીક ત્રણ જેટલા બાઈક ચાલકો સ્લીપ થયા હતા. ત્યારબાદ રામબાગ સોસાયટી પાસે બે બાઈક ચાલક સ્લીપ થયા હતા. જ્યારે અંતિમ યાત્રામાં જઈ રહેલા બે બાઈક ચાલકો લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે સ્લીપ થઈને રોડ પર પટકાતા ઇજા પહોંચી હતી. જેથી તેમને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર એક ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે અશ્વીનીકુમાર ગરનાળા પાસે બે યુવકો પણ બાઈક પર સ્લીપ થયા હતા. જોકે અન્ય બાઇક ચાલકોને સામાન્ય ઇજા થઇ હતી. ઈજાગ્રસ્તને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા સ્થાનિક એ જણાવ્યું હતું કે, સવારે નવ જેટલા બાઈક ચાલકો અહીં સ્લીપ થઈને પડી ગયા હતા.