વલસાડ: ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદમાં 30મી જાન્યુઆરી 2025ના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર રાજ્યમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સવારે 10:59 કલાકે સાયરન વાગ્યા બાદ બરાબર 11 વાગ્યે રાજ્યભરમાં બે મિનિટ માટે સંપૂર્ણ મૌન પાળવામાં આવ્યું, જે દરમિયાન તમામ વાહનવ્યવહાર અને કામકાજ સ્થગિત કરવામાં આવ્યા હતા.
Decision news ને મળેલી માહિતી મુજબ વલસાડ કલેક્ટર કચેરીના સભાગૃહ સહિત જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં અધિકારીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મૌન સમયગાળા બાદ કચેરીઓમાં નિયમિત કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું.અને રાજ્યના વિવિધ વાણિજ્ય અને ઉદ્યોગ સંઘોએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા મૌન પાળ્યું હતું.
નવી પેઢીમાં રાષ્ટ્રીય એકતાની ભાવના વધુ મજબૂત બને અને સ્વતંત્રતાના મૂલ્યની સમજ કેળવાય તે હેતુથી પ્રસારણ ક્ષેત્રના યુનિટો દ્વારા ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં શહીદ વીરોની ભૂમિકા અને રાષ્ટ્રીય એકતા વિષય પર વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો, ફિલ્મ્સ અને વૃત્તચિત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.