વાપી: વાપી નજીક ગામ મધ્યેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ના હાઇવે બ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર જીવલેણ ખાડા પડી જતાં આ ખાડાના મરામત માટે હાઇવે તંત્રની ઉદાસીનતા થકી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.સલવાવગામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ની સામે આવેલા હાઇવે બ્રિજ ના સર્વિસ રોડ ઉપર બંને બાજુએ મોટા ખાડા પડી ગયા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આ ખાડાઓમાં પેચ વર્ક કરી વાહન વ્યવહાર યોગ્ય બનાવવા માટે તંત્ર દ્વારા તાકીદે પગલા લેવાય એ જરૂરી છે. આ રસ્તા ઉપર થી 24 કલાક વાહનો પસાર થતા રહે છે.મોરાઈ અને બલીઠા ફાટકના વાહનો માટે પણ આજ એક માત્ર નજીકનો બ્રિજ હોય ઇન્ડસ્ટ્રીયલ વાહનો પણ અહીંથી પસાર થાય છે.

અહીં સ્કૂલ અને કોલેજ આવેલ છે જેમાં 5000 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેને લેવા મૂકવા આવતા વાહનો દિવસ પર દોડતા રહે છે. આ ખાડાઓને કારણે જીવલેણ અકસ્માત થવાનો સતત ભય રહે છે.હાઇવે ઓથોરિટીના અધિકારીઓ આ બાબતે તાત્કાલિક રસ્તા રિપેરીંગ માટે કાર્યવાહી કરાવે તે જરૂરી છે.