પારડી: નાનાપોંઢા ખાતે મોબાઇલની દુકાન ચલાવતાક મુસ્લિમ યુવકે વડખંભા નજીક પાર નદીના પુલનીચે બાઇક પાર્ક કરી નદીમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું હતું. નાનાપોંઢામાં કપરાડા રોડ પર અતિક મોબાઈલની દુકાન ચલાવતા બાબર ખડક મદ્રેસા ફળિયાના રહેવાસી હુજેફા સિરાજમિયાં શેખ ઉ. વ.21 સોમવારે સાંજે 4 કલાકે દુકાનમાં મિત્રને બેસાડી ક્યાંક જતો રહ્યો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ મોડી સાંજે પરત ન ફરતા મિત્રએ એના બીજા મિત્રો અને પરિવારને જાણ કરી હતી જેથી તેની શોધખોળ શરૂ કરતા કોઈ પત્તો લાગ્યો ન હતો જેથી રાત્રે નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ આપી હતી,જેના બીજા દિવસે મંગળવારે સવારે વડખંભા પાર નદી પુલના નીચે ગુમ થનાર હુજેફાની બાઇક GJ 15 DG 5327 પાર્ક કરેલી અને નદીમાં થોડા અંતરે પથ્થર પર તેના ચપ્પલ, ટોપી,અને ગાડીની ચાવી,પાકીટ મળી આવ્યા હતા.
જેથી લોકોને તે પાણીમાં ડૂબી ગયો હોવાની નાનાપોંઢા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તરવૈયાની મદદથી નદીમાં તપાસ કરતા ઉડા પાણીમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.જેને પોસ્ટમોર્ટમ અર્થે નાનાપોંઢા સીએચસી ખસેડવામાં આવ્યો હતો.મૃતકના અંગત મિત્રના જણાવ્યા મુજબ મૃતકે ઓનલાઇન ફાઇનાન્સ દ્વારા 4 લાખની લોન લીધી હતી અને તેમાંથી અમુક રકમ તો ભરપાઈ પણ કરી દીધી હતી. પરંતુ થોડા સમયથી ત્રણેક હપ્તા ભરી ન શકતા ફાઇનાન્સ કંપનીના માણસો દ્વારા ફોન આવતા હતા, ઘટનાના દિવસે પણ બે થી ત્રણ ફોન આવ્યા બાદ હુજેફ પરેશાન થઈ તેણે આ પગલું ભર્યુ હોવાનું જણાવ્યુ હતું.