વાંસદા: વાંસદા તાલુકામાં દીપડાના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ગતરોજ સાંજના સમયે ઘર નજીક આવેલા શેરડીના ખેતરમાં રમી રહેલા બાળક પર દીપદાએ અચાનક હુમલો કરતાં તેને ગંભીર ઈજા પોહચાડી હોવાના જાણવા મળ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદામાં સાંજના સમયે ઘર નજીક આવેલા શેરડીના ખેતરમાં રમી રહેલા બાળક પર દીપદાએ અચાનક હુમલો કરતાં તેને ગંભીર ઈજા હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે. વન વિભાગના અધિકારીઓએ દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની કાર્યવાહી શરૂ કરી છે. વન વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવા અને સાંજના સમયે બાળકોને એકલા ન છોડવો સૂચના આપવામાં આવી છે.