ભરૂચ: 76 માં પ્રજાસતાક ૨૬મી જાન્યુઆરી નિમિતે ભરૂચ જિલ્લા જેલના ઇ.ચા.અધિક્ષકશ્રી એન.પી.રાઠોડના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ અને જીલ્લા જેલ ખાતે હાજર પોલીસ કર્મચારીઓ તથા બંદીવાનો દ્વારા પ્રજાસતાક દિનની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં જેલના તમામ કર્મચારીઓ તેમજ પ્રયાસ સંસ્થા, ભરૂચના સોશિયલ વર્કર શ્રી આશિષભાઇ બારોટ, શ્રી અનિલભાઇ વસાવા સહિતના હાજર રહેલ હતા આ પ્રસંગે જેલના બંદિવાન ભાઇઓ માટે ઇન્ડોર તેમજ આઉટડોર ગેમમાં વિવિધ રમતો રમાડવામાં આવેલ.
જેમાં, રસ્સા ખેચ,કેરમ, કોથડા દોડ તેમજ ક્રિકેટની રમતનું આયોજન કરવામાં આવેલ તેમજ મહિલા વિભાગમાં પ્રયાસ સંસ્થા તરફથી નીતાબેન ગજ્જર દ્રારા વિવિધ ઇન્ડોર ગેમ યોજવામં આવેલ. આ પ્રસંગે જેલના તમામ બંદિવાનોમાં ઉત્સાહ જોવા મળેલ હતો.