ગુજરાત: જન્મ મરણ નોંધણી વખતે આધાર કાર્ડ કઢાવવામાં અને તે અન્ય પ્રકારની કામગીરીમાં દરેક વ્યકિત પોતાને અનુકૂળ લાગે તે મુજબ નામ અને અટક આગળ પાછળ લખાવતા હતા. પરંતુ ગુજરાત સરકારના નાયબ મુખ્ય રજીસ્ટ્રાર દ્રારા આ સંદર્ભે એક પરિપત્ર બહાર પાડીને હવે સમગ્ર રાયમાં આ મામલે એકસૂત્રતા જળવાય તે માટે જન્મ મરણ, આધાર કાર્ડ સહિતની તમામ બાબતોમાં સૌપ્રથમ નામ લખાવવા, ત્યાર પછી મિડલ નેઇમ અને છેલ્લે અટક લખાવવાની સૂચના આપવામાં આવી છે.
અધિકારી વર્તુળોના Decision News ને જણાવ્યા મુજબ અત્યાર સુધી આ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે લોકો જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડ સહિતની બાબતોમાં મન પડે તેમ સૌપ્રથમ નામ લખાવે અથવા તો અટક લખાવતા હોવાથી સરકારને આઇડી અપડેટ કરવા, લિંક જનરેટ કરવા સહિતની અનેક બાબતોમાં સમસ્યા રહેતી હતી.
આ પરિસ્થિતિ નિવારવા માટે હવે જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડ સહિતની બાબતોમાં સૌપ્રથમ જે તે વ્યકિતનું નામ, ત્યાર પછી તેના પિતાનું નામ અને છેલ્લે અટક લખવા માટે રાયના નાયબ મુખ્ય રજીસ્ટર દ્રારા આદેશ કરવામાં આવ્યો છે.