વલસાડ: વલસાડ અતુલ રોડ ઉપર આવેલા વશીયર નજીક પસાર થતી વેગન આરના ચાલકે અચાનક ટર્ન લેતાં રિક્ષા અને બાઇક સાથે અથડાઇ જતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇક સવાર,રિક્ષામાં બેઠેલા 2 સહિત 3 ઇસમને નાના મોટી ઇજા પહોંચી હતી.જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Decision news ને મળેલી માહિતી મુજબ વલસાડ તાલુકાના વશીયર જતાં અતુલ પારનેરા રોડ પર ડીમાર્ટ,સામેથી એક વેગર આર કાર પસાર થઇ રહી હતી.ત્યારે આ વિસ્તારમાં એક વળાંક આવતાં કારચાલકે કાબૂ ગુમાવતાં પારનેરાથી વલસાડ તરફ આવી રહેલી બાઇક અને મુસાફરોથી ભરેલી રિક્ષા સાથે અથડાઇ ગઇ હતી.જેના પગલે રિક્ષાના બે મુસાફર અને બાઇકચાલકને ઇજા પહોંચી હતી.

આ અકસ્માતના કારણે કાર અને રિક્ષાના આગળના ભાગે નુકસાન થયું હતું.ઘટનાની જાણ કરવામાં આવતાં 108 એમ્બ્યુલન્સ અને ગ્રામીણ પોલીસ મથકની ટીમ આવી પહોંચી હતી.ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી ગ્રામીણ પોલીસે ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા વાહનોને સાઇડે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here