વલસાડ: ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દિલ્લીના વલસાડના જે ચૂંટણી ટાણે મત વિસ્તારમાં કોંગ્રેસને જીતાડવા માટે લોકોને પગે પડતા હાથ જોડીને મત માટે હાથ ફેલાવતા આજે જ્યારે આદિવાસી સમાજ પર વિસ્થાપન, આરોગ્ય અને શિક્ષણને લઈને મુશ્કેલીઓ ઉભી થઈ છે ત્યારે કયા ભોયરામાં છુપાઈને બેઠા છે. લોકો વચ્ચે જઈને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવતા એમને પાપ લાગે છે.
એક બાજુ રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહિલ જીગ્નેશ મેવાણી, પરેશ ધાણાની, અમિત ચાવડા, અનંત પટેલ જેવા કોંગ્રેસના નેતાઓ લોકો વચ્ચે જઈને લોકોના નિરાકરણ માટે લડી રહ્યા છે સંઘર્ષ કરી રહ્યા છે જ્યારે દિલ્લીમાં પક્ષના અગ્રણીઓ સામે ફાફા ફોજદારી કરી વાવવાહી લૂંટનાર ગૌરાંગ પંડયા લોકોની મુશ્કેલીના સમયે કેમ નહીં દેખાતા હોય એ પણ એક માથાનો દુઃખાવા સમાન સવાલ છે.
ફિલ્ડવર્ક દરમિયાન જ્યારે Decision News એ આદિવાસી વિસ્તારમાં ફરવાનું થયું તો લોકોનો ગૌરાંગ પંડયા ઉપર ગુસ્સો જોવા અને સાંભળા મળ્યો.. લોકો કહે છે કે રૂપિયા લઈને અનંત પટેલ જેવા લોકનેતાને હરાવવાનું કામ આ ગૌરાંગ પંડયા એજ કર્યું છે. ચૂંટણી સમયે તો અમારા વિસ્તારોમાં બો આટા ફેરા માર્યા કરતો હતો હવે અમે કઈ મુશ્કેલી ભોગવી રહ્યા છે જોવા પણ આવતો નથી. અમને તો એમ લાગે છે કે જો રાહુલ ગાંધી અને કોંગ્રેસના અગ્રણીઓ આવા જ વ્યક્તિઓના હાથમાં વલસાડનું નેતૃત્વ સોંપી રાખશે તો કોંગ્રેસ ભલી પરવારવાની છે. હવે એ અમારા વિસ્તારમાં આવવો જોઈએ પછી જોઈએ એના વાયદા વચનો એને કેવી રીતે યાદ કરાવીએ તે.. વલસાડમાં બેસીને એસીની હવા ખાતા આવા નેતાઓને કૉંગ્રેસ સંઘરી રાખશે પણ અમે લોકો એને અમારો નેતા માનવા હવે તૈયાર નથી એને શું ખબર પડે ગરીબોની મુશ્કેલીઓ.. હવે જિલ્લાની તાલુકાની અને નગરપાલિકાની ચૂંટણીઓ આવી છે હવે નીકળશે.. લોકો વચ્ચે

