ખેરગામ: સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો. નિરવ પટેલ અને ડો. દિવ્યાગી પટેલ દ્વારા ખેરગામ તાલુકાના ખેલ મહાકુંભ 2025માં ઝળકેલા 4 બાળકોનું સન્માન કરાતાં બાળકોના ચેહરાઓ ખુશીથી ખીલી ઉઠયા હતા.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ યોજાયેલા ખેલ મહાકુંભ 2025માં અનેક છુપાયેલી પ્રતિભાઓ ઝળકી ઉઠી છે. તેમાં ખેરગામ તાલુકાની બહેજ પ્રાથમિક શાળામાંથી તાલુકા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નિધિ નિલેશભાઈ, દર્પણ હરીશભાઈ, પ્રિતેશ જીજ્ઞેશભાઈ, ત્રિશા રાજેશ 4 વિદ્યાર્થીઓનું ખેરગામની ચિંતુબાનો છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમા વાલીઓની હાજરીમાં પરંપરાગત આદિવાસી ફેંટા પહેરાવી અને ટ્રોફી, સર્ટિફિકેટ, ચોકલેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું

સન્માનિત થયેલા આદિવાસી બાળકોની ખુશી જોવા જેવી હતી ડો. નીરવ પટેલ અને ડો. દિવ્યાગી પટેલ અને  હોસ્પિટલ પરિવાર દ્વારા આ હોનહાર અને પ્રતિભા સંપન્ન બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવવામાં આવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here