વલસાડ: આજરોજ વલસાડ,અટકપારડી ખાતે સમસ્ત ધોડિયા સમાજ ભવન (ધોડિયા સમાજની વાડી) પર વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેશભાઈ દવે, ભૂતપૂર્વ કલેકટર શ્રી એલ.સી.પટેલ સાહેબ, નિવૃત્ત ડેપ્યુટી કમિશનરશ્રી આર. જે.પટેલ સાહેબ, મનુભાઈ પટેલ, તથા જમીનને લગતા કાયદાના તજજ્ઞ અને એડવોકેટ એવાશ્રી નજમુદ્દીન મેઘાણી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉંમરગામથી લઇ વાપી, પારડી, કપરાડા, ધરમપુર તથા નવસારી જિલ્લાના અને વલસાડ આસપાસના ઘણા એવા ખેડૂતો, મહિલાઓ, યુવાનો વગેરે આદિવાસીઓની કાયદાકીય જોગવાઈઓ જેવી કે 73 AA ની કલમનું શું મહત્વ છે. આદિવાસીઓની જમીન ગેરઆદિવાસી વેચાણે લઈ શકે કે નહિ.. એક આદિવાસી બીજા આદિવાસીને પોતાની મિલકતનું વેચાણ કરે તો દસ્તાવેજ કરવાની જરૂર પ્રક્રિયાની ખુબ જ સરસ જાણકારી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત સમાજના શ્રોતાઓને પોતાની કોઈ સમસ્યાઓ કે પડતર પ્રશ્નોના જવાબ પણ ખુબ સરસ રીતે આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શ્રી આર. જે.પટેલ સાહેબ, એલ.સી.પટેલ સાહેબે, મનુભાઈએ તથા મેઘાણી સાહેબે જો કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂર હોઈ તો અચૂક રૂબરૂ મળવાની પણ ખાતરી આપી હતી. આવનારા ભવિષ્યમાં બસો ત્રણસો ગ્રામજનો ભેગા થઈ ઉપરોક્ત માહિતી માટે બોલાવશે તો પોતાનો કિંમતી સમય ફાળવી આવવાની પણ તૈયારી બતાવી છે.
વલસાડના શ્રીનવચેતન ધોડિયા સમાજના પ્રમુખ એવા શ્રી સુમનભાઈ કેદારિયા, વસંતભાઈ, નરેન્દ્રભાઈ, રાજુભાઈ, નીમલભાઈ, ગૌરાંગભાઈ, પંકજભાઈ, સુભાષભાઈ, અનિલભાઈ, અશોકભાઈ પટેલ (ITI) તથા સમાજ ભવનના સંચાલક એવા શ્રી મયુરભાઈ પટેલે ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. ધાર્મિક, સાંસ્કૃતિક કે રમત ગમતના કાર્યક્રમો કરતાં આવા કાર્યક્રમોની ખુબ જરૂરત છે. સાથીઓ આજે આપણી પાસે અક્ષરજ્ઞાન તો છે, પણ જર, જંગલ અને જમીનના કાયદાઓની જાણકારી ભાગ્યે જ જોવા મળે છે. આવનારા ભવિષ્યમાં આપણે આની જાણકારી રાખવી પણ ખુબ જરૂરી થઈ પડવાની છે ત્યારે મારા નવયુવાનો જાગો, જાણો અને જમીની સ્તરના આપણાં હક અને અધિકારોને જાળવી રાખો