નવસારી: આમ આદમી પાર્ટી નવસારી દ્વારા કેજરીવાલની કલ્યાણકરી યોજનાઓને લાગુ કરવા દેવાની માંગને લઈને આજે AAP પ્રમુખ નવસારી પંકજ પટેલની આગેવાનીમાં નવસારી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ ભાજપ અને મોદી શ્રી અરવિંદ કેજરીવાલજીની યાજનાઓને ફ્રીની રેવડી કહેતા હતા તે યોજનાઓને “કલ્યાણકારી યોજના” કહીને દિલ્લીની જનતાને કેજરીવાલજીની તમામ યોજનાઓ દિલ્લીમાં ચાલુ રહશે તેવી જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે તો પછી ગુજરાતની બહેનોને દર મહીને 2500/- પ્રસૂતાને 21000/- કે ગુજરાતના વડીલોને પેન્શન કેમ આપવામાં નથી આવતું ?
આમ આદમી પાર્ટી દ્વારા આ તમામ યોજનાઓ ગુજરાતમાં લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે આજે સોમવારે સવારે 11 કલાકે જીલ્લા કલેક્ટર નવસારી મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવસારી જિલ્લાના તમામ હોદેદારો તેમજ સક્રિય કાર્યકર્તાઓને ખાતે ઉપસ્થિત રહ્યા હતા.