પલસાણા: એક ગામની સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી ઘરઆંગણે રમી રહી હતી, ત્યારે 45 વર્ષના શખ્સે બાળકી સાથે વહાલનું નાટક કરી તેને ઉઠાવી લીધી હતી. આરોપી બાળકીને અડધો કિલોમીટર દૂર આવેલા પોતાના રૂમમાં લઈ ગયો હતો, જ્યાં તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું,

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે લગભગ એક કલાક બાદ બાળકી રડતી રડતી ઘરે પહોંચી હતી. પરિવારે જોયું કે બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું હતું, જેથી તાત્કાલિક કડાંદરા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટનાને લઈને ભયનો માહોલ સમગ્ર વિસ્તારમાં ફેલાયો છે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરી તેના પર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે સ્થાનિકોએ આરોપી સામે કડક કાર્યવાહીની માગ કરી છે.