ધરમપુર: ઓવરટેકની લ્હાયમાં બીજા બાઇક ચાલકે અકસ્માત સર્જયો ધરમપુરના હનુમાતમાળ નજીક સર્જાયેલા અકસ્માતમાં એક બાઇક ચાલક ઓવરટેક કરવા જતાં બીજી બાઇકના ચાલકને અડફેટે લેતાં ગંભીર ઇજાના કારણે નિર્દોષ બાઇક ચાલકનું મોત થયું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુરના જામલીયા મંદિર ફળીયાની ચંપાબેન ગવળી તથા તેમના પતિ નગીનભાઈ ગવળી મોટરસાયકલ નંબર GJ-21-D- 8409 પર ચૌઢા ખાતે સ્કૂલમાં ભણતા અને ત્યાં રહેતા તેમના બે છોકરાને મુકવા ગયા હતાં. અને જામલીયા પરત ફરતી વખતે હનમતમાળ જાગીરી ફળીયા બિલ્ધા તરફ જતા રોડ ઉપર એક પલ્સર મોટરસાયકલ નંબર GJ-21-AP-8733ના ચાલકે રોંગ સાઇડે મોટરસાયકલને હંકારી લાવી પિકઅપને ઓવરટેઈક કરવા જતા તેમની મોટરસાયકલને અડફેટે લઈ એક્સીડેન્ટ કરતા નીચે રોડ ઉપર પડેલા બંનેને ઇજા થઇ હતી.
જ્યારે પલ્સરચાલકને માથામાં ઇજા અને પાછળ બેસેલા છોકરાને મોઢાના ભાગે ઇજા થઈ હતી. તમામને બે ઇમરજન્સી 108માં સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યા એક્સીડેન્ટ કરનારા પલ્સર ચાલક પ્રજ્ઞેશ મલજુભાઈ ગાંવીત હનમતમાળમાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. આ અંગે ચંપાબેન ગવળીએ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ આપી છે.