કપરાડા: વાપીના ડુંગરા વિસ્તારમાં એક ચાલીમાં માતા અને સાવકા પિતા સાથે રહેતી 15 વર્ષીય સગીરા મળસ્કે પરની ગેલેરીમાં લટકેલી હાલતમાં મળી આવતા તેના મૂળ વતન કપરાડા ખાતે લાવ્યા હતા. બાદમાં મામલો ગરમાતા લાશને પરત વાપી લાવી ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ મુળ કપરાડાના ખડકવાડ સુંદર ફળિયાના વાપીના ડુંગરા નવીનગરી ખાતે વિરેન્દ્ર ઝાની ચાલીમાં રહેતા મમતાબેન ગુલાબભાઈ ભોયા 6 વર્ષ અગાઉ પતિ ગુલાબભાઈ ભોયા – મોતને ભેટતા તે ડુંગરામાં – મોહમ્મદ ઈપરાન અને તેના —છોકરા રીયાઝ સાથે રહી મજૂરી – કામ કરી પર ગુજરાન ચલાવે ત્યારે તેમની 15 વર્ષીય પુત્રી પ્રીતિ – પોરણ મોટાપોઢા સાર્વજનિક હાઇસ્કુલમાં અભ્યાસ કરતી હતી. ઉત્તરાયણની રજા હોય 10 જાન્યુઆરીના રોજ વાપી ખાતે માતા પાસે રહેવા આવી હતી. 15 જાન્યુઆરીએ મોહમ્મદ ઈમરાન તેનો પુત્ર અને ફરિયાદી મમતાબેન રોકડા મજૂરી કામ માટે ઘરેથી નીકળ્યા હતા અને સાંજે ઘરે આવી પુત્રી પ્રીતિ સાથે જમી પરવારીને સુઈ ગયા હતા. 16 જાન્યુઆરી ગુરૂવારે મળસ્કે મોહમ્મદ ઈમરાને મમતાબેનને ઉઠાડી દીકરી પ્રીતિ ક્યાં છે કહી તેની શોધખોળ કરવા બહાર નીકળતા તે ગેલેરીમાં ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી.
બાદમાં લાશને નીચે ઉતારી બાઈક પર બેસાડીને મમતાબેન અને ઈમરાન તેને વતન કપરાડા લાવ્યા અને પરિવારમાં દાદા-દાદીએ તેઓ સાથે ઝઘડો કરતા મામલો સરપંચ પાસે પહોંચ્યો હતો. આપઘાત અંગે પોલીસમાં ફરિયાદ કરવા જણાવતા ગુરૂવારે બપોરે માતાએ ડુંગરા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ કરતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કપરાડાથી રજામાં વાપી આવી સગીરાએ આપઘાત કરી લેતા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા સગીરાએ આપઘાત કરવા પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.