નવીન: દેશના તમામ રાજ્યોની સુરક્ષા વ્યવસ્થામાં પોલીસ મહત્વપૂર્ણ 6 ભૂમિકા ભજવે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનું યોગ્ય રીતે પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું કામ બધા રાજ્યોની પોલીસ કરે છે. પણ શું તમે જાણો છો કે SP અને DCP વચ્ચે શું તફાવત છે ?
પોલીસ વિભાગમાં મહત્વપૂર્ણ પોસ્ટમાં SP અને DCP સામેલ છે. આજે Decision News તમને જણાવશે SP અને DCP વચ્ચે શું તફાવત છે ? પોલીસ દળમાં ત્રણ મહત્વપૂર્ણ પદો SSP, SP અને DCP છે. સૌ પ્રથમ આ પોસ્ટનું ફૂલફોર્મ શું થાય છે, તે જાણી લઈએ. SSP એટલે સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ, SP એટલે સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ, જ્યારે DCPને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરીકે ઓળખવામાં આવે છે.
પોલીસ વડા તરીકે DCPની નિમણૂક કરવામાં આવે છે. DCP પોલીસ કમિશનરને રિપોર્ટ કરે છે અને તે રાજ્યના DGPને રિપોર્ટ કરે છે. પોલીસ તંત્રમાં, મોટાભાગના જિલ્લાઓમાં જિલ્લા પોલીસની કમાન SSP અથવા SP ના હાથમાં હોય છે. જે જિલ્લાના સૌથી ઉચ્ચ પોલીસ અધિકારી છે. જો કે, SSP અને SP વચ્ચે કોઈ ફરક નથી, તે બંને IPS છે.
મોટા જિલ્લામાં તૈનાત પોલીસ અધિકારીને SSP કહેવામાં આવે છે. જ્યારે નાના જિલ્લામાં તૈનાત પોલીસ અધિકારીને SP કહેવામાં આવે છે. પરંતુ બંને હોદ્દા ધરાવતા અધિકારીઓનું કામ અને સત્તા સમાન છે. SSP, SP અને DCPને સમાન સુવિધાઓ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે જે જિલ્લામાં આ અધિકારીઓ પોસ્ટેડ હોય છે, ત્યાં તેમને સરકારી બંગલો, ડ્રાઇવર સાથેની સરકારી ગાડી, ગાર્ડ, સુરક્ષા કર્મચારીઓ વગેરે જેવી બધી સુવિધાઓ મળે છે. આ ઉપરાંત સરકારી ભથ્થું અલગથી આપવામાં આવે છે.