સુરત: દક્ષિણ ગુજરાત નર્મદ યુનિવર્સીટીમાં આદિવાસી સંસ્કૃતિને લુપ્ત થતી અટકાવવા અને રક્ષણ કરવા આદિવાસી સંગ્રહાલય બનવા જઈ રહ્યું છે, તે રાજ્યનું પ્રથમ આદિવાસી સંગ્રહાલય હશે. જેમાં 6.50 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. લોકો આદિવાસી સંસ્કૃતિની ઝલક મેળવી આદિવાસી ભોજન પણ માણી શકશે. આ પ્રોજેક્ટની જાહેરાત 6 મહિના પહેલાં કરવામાં આવી હતી અને હવે યુનિવર્સિટી આ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડશે. સંગ્રહાલયમાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, કલા, પોશાક અને જીવનશૈલી પ્રદર્શિત કરાશે સ્ટાર્ટઅપથી આદિવાસી કલાકારો અને કારીગરોને રોજગાર આપવાની પણ વ્યવસ્થા ઉભી કરવાનું કહેવામાં આવી રહ્યું છે.
હાલમાં એક સલાહકારની નિમણૂક કરી દીધી છે પછી બધી જ પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી 2 થી 3 મહિનામાં સંગ્રહાલયનું બાંધકામ પણ શરૂ કરી દેવાશે. સંગ્રહાલય આદિવાસી સંસ્કૃતિ, પરંપરાઓ, કલા, પોશાક અને જીવનશૈલી પ્રદર્શિત કરશે. આદિવાસી સમુદાયના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ સાથે સંબંધિત કલા સંગ્રહ, હસ્તકલા, પરંપરાગત વસ્ત્રો વગેરેનું પણ પ્રદર્શન રેહશે આ સિવાય સંગ્રહાલયમાં ડિજિટલ ડિસ્પ્લે અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
એવું જાણવા મળી રહ્યું છે કે 2 માળના સંગ્રહાલયની ડિઝાઈન આદિવાસી ગામડાના ઘરો બનશે, બિલ્ડિંગમાં 5 થી 10 બ્લોકમાં હશે. સંગ્રહાલય પર્યાવરણને અનુકૂળ ભર્યું હશે કેમ કે બાંધકામમાં માટી, શેરડી અને પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે. ઊર્જા બચાવવા માટે નવી RAC સિસ્ટમનો ઉપયોગ લેવાશે જેથી વીજળીનો વપરાશ ઓછો થાય છે. બાંધકામમાં AI નો ઉપયોગ લેવાશે. લોકો કેન્ટીનમાં આદિવાસી ભોજનનો સ્વાદ લઇ શકશે